અલથાણમાં પતિ અને પુત્રને ગનથી મારી નાખવાની ધમકી આપી નરાધમે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતાની નરાધમ સાથે ઓળખાણ સોશિયલ મીડિયા પર થઈ હતી. પોલીસે દુર્ષ્કર્મીને ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં થયેલી મિત્રતા અલથાણની પરિણીતાને ભારે પડી છે. જેમાં વાત એવી છે કે, પરિણીતા સોશિયલ મીડિયા પર જે યુવક સાથે મિત્રતા કરી હતી તે નરાધમે પરિણીતા પર દાનત બગાડી હતી. એટલું જ નહીં પરિણીતાના પતિ અને દીકરાને ગનથી ઉડાવી દેવાની ધમકી આપી જબરજસ્તી રેપ કર્યો છે.
આ અંગે પરિણીતાએ ખટોદરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મિકેત રમેશ પટેલ(27)(રહે,આશીર્વાદ સોસા,રૂપાલી નહેર પાસે)ની સામે બળાત્કાર અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી છે.વધુમાં પોલીસે જણાવ્યું કે અલથાણ ખાતે રહેતી 33 વર્ષની પરિણીતાની મિકેત પટેલ સાથે સોશિયલ મીડિયા પર વર્ષ 2019માં ઓળખાણ થઈ હતી.
પછી પરિણીતાની સાથે મિત્રતા કેળવી હતી. નરાધમે પરિણીતાના પતિ અને દીકરાને ગનથી ઉડાવી દેવાની તેમજ સમાજમાં બદનામ કરવાની ધમકી આપી બળાત્કાર કર્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું કે પરિણીતાનો પતિ મુંબઈમાં નોકરી કરે છે, જયારે આરોપી બેકાર છે અને અપરિણીત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.