સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં ભાવના નગરમાં રહેતા યુવકે નજીકમાં રહેતી પરિણીતાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પરિણીતાને તેા પતિ અને સંતાનને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતું. જો કે છેલ્લા સાત વર્ષથી વાસનાનો ભોગ બનેલી મહિલાએ આખરે કંટાળીને પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘરે જઈને દુષ્કર્મ આચર્યું
લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પરિણીતાએ ભાવનાનગર રેહમાનીયા મસ્જીદની પાછળ ઉમી સ્કૂલ પાસે યાકુબભાની બિલ્ડીંગમાં રહેતા મોહમદ સૈયદ સીદીકી સામે દુષ્કર્મની ફરિયાદ આપી છે. જેમાં પરિણીતાએ જણાવ્યું છે કે, આરોપી મોહમદ સૈયદ સન 2015થી તેને તેમજ પતિ અને સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતો હતો.ગતરોજ પણ મોહમદ સૈયદ સીદીકીએ ઘરે જઈને દુષ્કર્મ આચર્યું હતું.
અગાઉ મહિલાનો પાડોશી હતો
મોહમદ સૈયદ સીદીકીના અવારનવારના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આખરે પોલીસમાં ફરિયાદ નોધાવવાનું નક્કી કરી લીધું હતું.સતત વાસનાનો શિકાર બનાવનાર મોહમદ સૈયદ સીદીકીની સામે પરિણીતાએ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેથી પોલીસે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મોહમદ સૈયદ સીદીકી આઠેક વર્ષ અગાઉ પરિણીતાના ઘર પાસે રહેતો હતો. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.