ક્રાઈમ:સુરતના પુણામાં પત્નીની હત્યા કરી પતિ ફરાર, લાશ ઘરની અગાસીના એક રૂમમાં કોથળામાંથી મળી

સુરત2 વર્ષ પહેલા
પરિણીતા સતત ઘરે જતી રહેવાની વાત કરતી હોવાથી પતિએ હત્યા કરી. - Divya Bhaskar
પરિણીતા સતત ઘરે જતી રહેવાની વાત કરતી હોવાથી પતિએ હત્યા કરી.
  • પતિ-પત્ની વચ્ચે બનતું ન હોય સતત ઝઘડા થતા રહેતા હતા

પુણામાં પત્નીની હત્યા કરીને પતિ ફરાર થઈ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફરાર પતિની પોલીસે શોધખોળ આદરી છે.પૂણામાં આવેલી માધવશકિત સોસાયટીમાં રહેતી પરિણીતાની લાશ ઘરના અગાસીના એક રૂમમાં કોથળામાંથી મળી આવી હતી.

પરિણીતાની લાશ ઘરના અગાસીના એક રૂમમાં કોથળામાંથી મળી આવી.
પરિણીતાની લાશ ઘરના અગાસીના એક રૂમમાં કોથળામાંથી મળી આવી.

સુરતમાં ત્રણ મહિના પહેલા જ રહેવા આવ્યા હતા
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનનો રહેવાસી લક્ષ્મણ ચૌધરી મધ્ય પ્રદેશની રહેવાસી કૌશલ્યા સાથે ત્રણ મહિના પહેલા જ રહેવા આવ્યો હતો. જોકે બંને વચ્ચે બનતું ન હોય સતત ઝઘડા થતા રહેતા હતા. પોલીસને શંકા છે કે, હત્યા પાછળ પતિનો હાથ હોય અને પતિ ગાયબ હોય પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

પોલીસે પતિ સહિત પરિવારજનોની શોધખોળ આદરી.
પોલીસે પતિ સહિત પરિવારજનોની શોધખોળ આદરી.

ગળો ટૂંપો આપીને પતિએ પત્નીની હત્યા કરી
આ ઘટના મામલે સૂત્રો કહે છે કે, પતિએ એક દલાલ મારફત લગ્ન કર્યા હતા અને આ માટે દેવું કરીને ત્રણ લાખ આપ્યા હતા. જો કે પરિણીતા સતત ઘરે જતી રહેવાની વાત કરતી હતી આથી પતિએ તેને ગળો ટૂંપો આપીને તેની હત્યા કરી લાશ કોથળામાં ભરી અગાસી પર નાંખી દીધી હતી. પોલીસે પતિ સહિત પરિવારજનોની શોધખોળ આદરી છે.