• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Hull At Collector's Office Over Wages By Anganwadi Workers, Bajrang Sena Demands Ban On Non wage Sales During Navratri Festival

સુરતના સમાચાર:આંગણવાડી વર્કરો દ્વારા વેતનને લઈને કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ, નવરાત્રી પર્વ દરમિયાન નોનવેજ વેચાણ પર પ્રતિબંધની બજરંગ સેનાની માગ

સુરત19 દિવસ પહેલા
આગણવાડી વર્કરોનો પગાર વધારવા અને કાયમી કરવા માગ

આંગણવાડી મહિલાઓ વર્કરો વેતનને લઈને દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરીને રજૂઆત કરવામાં આવી હતી. મહિલાઓએ જિલ્લા કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કરીને પોતાની માંગણી પૂર્ણ કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ઘણા વર્ષોથી પડતર પ્રશ્નો હોવા છતાં પણ સરકાર દ્વારા તેને ગંભીરતાથી ઉકેલવામાં આવ્યા નથી.

કામનું ભારણ વધ્યું પણ પગાર નહીં
આંગણવાડી વર્કરોને જે કામ માટે રાખવામાં આવ્યા હતા. આંગણવાડી વર્કરો પાસેથી અલગ અલગ પ્રકારની કામગીરી લેવામાં આવતી હોય છે. છેલ્લા ઘણા સમયથી વેતન વધારાને લઈને રજૂઆત કરવામાં આવી હતી. ગાંધીનગર સુધી આંદોલન કર્યા બાદ તેમને બાહેંધરી પણ આપવામાં આવી હતી પરંતુ તે પૂર્ણ કરાવી નથી.

સરકારે આપેલા મોબાઈલ પણ કામ કરતા નથી
આંગણવાડી વર્કર યુનિયનના પ્રમુખ હેતલ પટેલે જણાવ્યું કે અમે સરકાર પાસે વારંવાર માગણી કરી રહ્યા છે પરંતુ અમારી માગણી સંતોષવામાં આવી રહી નથી. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા અમારી માગ સ્વીકારવામાં આવે એવી તમામ આંગણવાડી વર્કર મહિલાઓની માગ છે. સરકાર દરેકની બાબતોને ધ્યાનથી લેતી હોય તો અમારી બાબતોને પણ ગંભીરતાથી લઈને અમારા વેતનને વધારવા જોઈએ. આંગણવાડી વર્કર અને હેલ્પરનો પગાર છેલ્લા ઘણા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. અમારે દરેક કામગીરી મોબાઇલ દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ સરકારને ખબર છે કે એમણે આપેલા સાધનો કામ કરી રહ્યા નથી છતાં પણ નિર્દયતા પૂર્વક નવા સાધન આપવાને બદલે કામ વધુ સારી રીતે અને સચોટતાથી કરવા માટેની વાત કરે છે.

નોનવેજની દુકાનો 10 દિવસ બંધ રાખવા રજૂઆત
આવનાર નવરાત્રી પર્વને લઈને સુરતની બજરંગ સેના મેદાને આવી છે. બજરંગ સેના દ્વારા નવરાત્રી પર્વ દરમિયાન લિંબાયત સહિતના વિસ્તારોમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ લગાવવા સુરત જિલ્લા કલેક્ટર પાસે માગ કરી છે. હિન્દુ ધર્મની ધાર્મિક આસ્થાને ધ્યાને રાખી ઈંડા, મચ્છી અને મટનની દુકાનો 10 દિવસ બંધ રાખવા રજૂઆત કરવામાં આવી છે.

હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ
નવરાત્રીના તહેવારને લઈને વિશેષ કરીને ગુજરાતમાં ખૂબ જ આસ્થા જોવા મળતી હોય છે. આ પર્વ દરમિયાન માસાહારથી દૂર રહેવું જોઈએ એવું આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને કારણે સુરતના બજરંગ સેનાની માગણી હતી કે તેમના વિસ્તારમાં માંસાહારનું વેચાણ થાય છે તેને 10 દિવસ માટે બંધ રાખવામાં આવે. જેને લઈને આજે તેમણે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

તાત્કાલિક દુકાનો બંધ કરવા માગ
બજરંગ સેનાના ગુજરાત અધ્યક્ષ પંચદેવએ જણાવ્યું હતું કે અમે ગઈ વખતે પણ લિંબાયત સિવાયના અલગ અલગ વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન જાહેરમાં માંસાહારનું વેચાણ થાય છે.તેને બંધ કરવા માટે રજૂઆત કરી હતી. પરંતુ માત્ર કેટલીક મટન શોપ જ બંધ કરવામાં આવી હતી. આ દિવસો દરમિયાન જ્યારે આપણે મા અંબાની આરાધના કરતા હોયએ છીએ અને મંદિરોમાં જતા હોયએ છીએ. ત્યારે રસ્તામાં જ જાહેર રસ્તાઓ ઉપર માંસનું વેચાણ થતું હોય છે. જે યોગ્ય નથી જેનાથી અમારી આસ્થાને ઠેસ પહોંચે છે. અમારી વિનમ્રતાથી એવી માગણી છે કે કમ સે કમ નવરાત્રી દરમિયાન માસાહારની દુકાનો બંધ રાખવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...