મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર:સુરતના અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભારે ભીડ, ભક્તોએ નવા વર્ષની શરૂઆત અંબાના આશિર્વાદ લઈને કરી

સુરતએક મહિનો પહેલા
નવા વર્ષે અંબિકા નિકેતન મંદિરમાં દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર.

સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલુ પ્રખ્યાત અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. નવા વર્ષની શરૂઆતમાં હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા. વહેલી સવારથી જ અંબિકા નિકેતન મંદિરના પરિસરથી લઈ બહાર સુધી એક કિલોમીટર લાંબી લાઈન જોવા મળી હતી. નવા વર્ષે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

માતાજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર
હિન્દુઓનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર દિવાળી બાદ નવા વર્ષની આજથી શરૂઆત થઈ ચૂકી છે. નવા વર્ષના પ્રથમ દિવસે જ લોકો સૌ પ્રથમ મંદિરે જવાનું પસંદ કરતાં હોય છે. ભગવાનના આશિર્વાદ લેવા જતા હોય છે, ત્યારે સુરતના તમામ જુદા-જુદા મંદિરોમાં ભક્તો દર્શન કરવા માટે ગયા હતા. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલ વર્ષો જુના અને પ્રખ્યાત એવા માં અંબાના અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. હજારોની સંખ્યામાં વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા હતા.

અંબિકા નિકેતન મંદિર.
અંબિકા નિકેતન મંદિર.

નવા વર્ષની શરૂઆત લોકો મંદિરમાં દર્શનથી કરી
ગઈકાલે સૂર્ય ગ્રહણ હોવાને કારણે શહેરના તમામ મંદિરો બંધ હતા અને આજે જ્યારે નવા વર્ષની શરૂઆત થઈ છે, ત્યારે તમામ ભક્તો પહેલા ભગવાનના આશિર્વાદ લઈને દિવસ શરૂઆત કરી રહ્યા છે. જેને લઇ અંબિકા નિકેતન મંદિરમાં વહેલી સવારથી જ ખૂબ જ મોટી ભીડભક્તોની જોવા મળી હતી. મંદિર પરિસરથી લઈને મંદિરની બહાર અડધોથી એક કિલોમીટર લાંબી ભક્તોની લાઈન જોવા મળી હતી. માં અંબાના દર્શન કરી નવા વર્ષના આશિર્વાદ લેવા માટે હજારોની સંખ્યામાં ભક્તો અંબિકા નિકેતન મંદિર પહોંચ્યા હતા. જ્યાં માં અંબાના દર્શન કરી આવનારા વર્ષ માટેની સારી શુભકામનાની પ્રાર્થના માતાજી પાસે ભક્તો દ્વારા કરવામાં આવી હતી. ભકતોએ માંના દર્શન કરી વિશેષ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...