તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:કેવી રીતે ભણશે વિદ્યાર્થી? 420 શાળાના 2100 કોમ્પ્યુટરો બંધ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2009માં શિક્ષણ વિભાગે સરકારી શાળાઓને 4620 કોમ્પ્યુટર આપ્યા હતા

એક તરફ ભારત સરકાર ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહી છે. ત્યારે બીજી બાજુ જિલ્લાની ધોરણ-1થી 8ની 420 સરકારી શાળામાં 4,620માંથી 2,100 કોમ્પ્યુટર બગડેલા છે. જેથી હવે ઓગસ્ટ મહિનામાં શાળા શરૂ થાય ત્યારે વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવવા? તે પણ એક પ્રશ્ન છે.

વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલે જણાયું હતું કે બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા અને ઉમરપાડામાં 420 સરકારી શાળા છે. જે શાળામાં વર્ષ-2009માં શિક્ષણ વિભાગે 4,620 કોમ્પ્યુટર ફાળવ્યા હતા. આજે 12 વર્ષ બાદ 4620માંથી કુલ 2,100 જેટલા કોમ્પ્યુટર બગડી ગયા છે. પરંતુ શિક્ષણ વિભાગે ન તો કોમ્પ્યુટર બદલ્યા છે ન તો કોમ્પ્યુટરને રિપેર કરાવ્યા છે. જેથી હવે ઓગસ્ટ મહિનામાં શાળા શરૂ થશે તો એક કોમ્પ્યુટર પર 6 વિદ્યાર્થીઓએ બેસવાની નોબત આવશે. વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોવા છતાં શિક્ષણ વિભાગ કોઈ કાર્યવાહી કરતી નથી.

ઉલ્લેખનીય છે કે કેટલીક, શાળાઓએ દાતાઓને શોધીને કોમ્પ્યુટર સુધારવાની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગે તમામ કોમ્પ્યુટરો પરત લેવાની કાર્યવાહી હાથ ધરી છે ટૂંક સમયમાં શાળાઓને નવા કોમ્પ્યુટર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...