એરપોર્ટને જૂલાઇના અંત સુધીમાં ધમધમતું કરી દેવાનો ફતવો પીએમઓ ઓફિસમાંથી આવ્યો છે. ટર્મિનલ બિલ્ડીંગ તો તૈયાર થઇ જશે પરંતુ એરપોર્ટ રન-વેને સમાંતર બનનારા પેલેલ ટેક્સી ટ્રેકનું કામ ટલ્લે ચઢી ગયું છે અને તે પૂર્ણ થાય તેવી શક્યતા નહીંવત છે.
2019માં વડાપ્રધાન મોદીએ સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તૈયાર બનાવવા 353 કરોડના પ્રોજેક્ટને લીલીઝંડી આપી હતી. જેમાં 88.29 કરોડના પેરેલલ ટ્રેક્સી ટ્રેક અને 4.47 કરોડના ઇલેક્ટ્રીક્ટ કામનો પ્રોજેક્ટ હતો. પીટીટીનો આ પ્રોજેક્ટ હાલમાં માત્ર 50 ટકા જ પુરો થયો હોવાનું સૂત્રોનું કહેવું છે. તેવામાં હવે જૂલાઇ સુધીમાં બાકીના પીટીટી ટ્રેકને તૈયાર થાય તેવી શક્યતા નહીંવત હોવાનું ખુદ ઈજનેરો કહી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી એરપોર્ટના વિકાસની વાત કરવામાં આવે ત્યારે માત્રને માત્ર ટર્મનિલ બિલ્ડીંગ અને પાર્કિંગની જ વાતો થાય છે, પરંતુ પીટીટીની વાત થતી જ નથી. એરપોર્ટ ઓથોરિટી વડાપ્રધાનને પણ પીટીટીના પ્રોજેક્ટને લઇને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. પરંતુ હવે હાલમાં વડાપ્રધાન કાર્યાલય તરફથી મોનીટરીંગ કરાઇ રહ્યું હોય આ પ્રોજેક્ટ ઉપર એન્જિનિયરો અને સુરત એરપોર્ટ ઓથોરિટી શું કરે છે તે જોવું રહ્યું.
શું છે પીટીટી...
પીટીટી એટલે કે પેરેલલ ટ્રેક્સી ટ્રેક. એક જ સમયમાં એક સાથે બે ફ્લાઇટ લેન્ડીંગ થવાની હોય તેવા સમયમાં એક ફ્લાઇટ લેન્ડ થયા બાદ તુરંત જ પાયલટ તેને બીજા ટ્રેક ઉપર લઇ જાય છે અને તે જ સમયે બીજી ફ્લાઇટ પણ એક સાથે લેન્ડ કરી શકે છે. હાલમાં ટર્મિનલ બિલ્ડીંગ તરફ અડધો જ પીટીટી બન્યો છે અને બાકીનું કામ હજુ બાકી જ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.