તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂલ માથે પડી:ખાનગી જમીનમાં પાલિકાના 1776 આવાસ કેવી રીતે બની ગયા?

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
આવાસ બનાવવા પાલિકાએ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી જમીન લીધી હતી પરંતુ બાંધકામ કરતી વખતે ખાનગી જગ્યામાં પણ આવાસ તાણી દીધા હતા. - Divya Bhaskar
આવાસ બનાવવા પાલિકાએ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસેથી જમીન લીધી હતી પરંતુ બાંધકામ કરતી વખતે ખાનગી જગ્યામાં પણ આવાસ તાણી દીધા હતા.
  • તપાસ કમિટિએ ભૂલ શોધવા કરેલી 22 બેઠકનો ખર્ચ 21 લાખ, હજુ 50 લાખ ખર્ચાશે
  • કોસાડમાં 2009માં આવાસ બનાવ્યા હતા, 2015માં ભૂલ ખબર પડતાં તપાસ માટે પાલિકાએ કમિટિ બનાવી હતી
  • કમિટિની બેઠકનો એક દિવસનો એક લાખ ખર્ચ, વધુ 50 બેઠકો કરવા દેવી કે નહીં તેનો નિર્ણય સ્થાયી કરશે

કોસાડમાં વર્ષ 2009માં પાલિકાએ ખાનગી જમીનમાં આવાસ બનાવી દીધા હતા. આ ભૂલ પાલિકાને હવે ભાથે પડી રહી છે. વર્ષ 2015માં આ ભૂલ જ્યારે ખબર પડી ત્યારે પાલિકાએ એક તપાસ કમિટિ બનાવી હતી. આ કમિટિની એક બેઠકનો ખર્ચ 1 લાખ નક્કી કરવામાં આવ્યો હતો. અત્યારસુધી 22 બેઠકનો ખર્ચ 21.53 લાખ થયો છે.

બે નિવૃત જર્જ અને તજજ્ઞ મળી ત્રણ સભ્યોની રચાયેલી તપાસ કમિટીએ 6 મહિનામાં તપાસ પૂર્ણ કરવાની હતી. વર્ષ 2017માં તપાસ કમિટીએ 6 મહિનામાં 22 બેઠક કરી હતી. 2018 જાન્યુઆરી માસમાં તપાસ કમિટીએ મ્યુ.કમિશનર સાથે મુલાકાત કરી અને આ કેસમાં તપાસ કરી રીપોર્ટ તૈયાર કરતા વધુ આઠ માસ લાગે તેમ છે અને વધુ 40થી 50 બેઠકો થાય તેમ જણાવ્યું હતું.

આમ તપાસ કમિટીની બેઠક દીઠ 1 લાખના ખર્ચ ગણતરી કરતા 50 બેઠકો માટે 50 લાખનો ખર્ચ થવાની સંભાવના છે. ઉપરાંત વધુ 10થી 15 મીટીંગો રીપોર્ટ લખવા થશે પરંતુ તેનો કોઇ ચાર્જ લેશે નહીં તેમ પણ તપાસ કમિટીએ જણાવ્યું હતું. આગામી ગુરુવારે મળનાર સ્ટેન્ડીંગ કમિટીમાં આ મામલે નિર્ણય લેવાશે.

છ માસમાં અહેવાલ સોંપવાનો સમય પૂરો થતા વધુ 50 બેઠકો કરવા કમિટિએ 2018માં કહ્યું હતું

  • 2009 : મામલો બહાર આવ્યો. માર્ચ 2015માં સ્ટેન્ડીંગમાં તપાસ કમિટી બનાવી બે નિવૃત જજ અને તજજ્ઞની નિમણૂંક કરવા ઠરાવ થયો. અમદાવાદના નિવૃત જર્જ જી.કે.ઉપાધ્યાય, ડો. જ્યોત્સનાબેન યાજ્ઞિક, સ્કેટ કોલેજના આસી.પ્રોફેસર ભાસ્કર ભટ્ટની નિમણૂંક. 6 માસમાં તપાસ પૂર્ણ કરવાની હતી.
  • 22 જૂન 2017 : તપાસ કમિટીની પ્રથમ બેઠક મળી. 21 જૂન 2017ના રોજ તપાસ કમિટીની મુદત પૂર્ણ થઇ. આ છ મહિનામાં કુલ 22 બેઠક કરવામાં આવી હતી.
  • 12 જાન્યુઆરી 2018 : તપાસ કમિટીના સભ્યોએ કમિશનર સાથે બેઠક કરી. બેઠકમાં તપાસ રીપોર્ટ તૈયાર કરતા વધુ 8 માસ લાગશે અને આ માટે 50 બેઠકો થવાનું જણાવ્યું. 50 બેઠક કરવાનું કહેતા બેઠક દીઠ અંદાજે 1 લાખનો ખર્ચને ધ્યાનમાં રાખી 50 લાખનો ખર્ચનો અંદાજ મુકાતા ડિપાર્ટમેન્ટે સ્ટેન્ડીંગ પાસે મંજૂરી માંગવા દરખાસ્ત કરી
  • 2018 : સ્ટેન્ડીંગમાં ફાઇલ અભરાઇ પર
  • જૂન 2021 : સ્ટેન્ડીંગ દરખાસ્ત
  • 10 જૂન 2021 ફેંસલો

કોસાડમાં ખાનગી જમીન પર 1776 આવાસ બાંધી દેવાયા હતા
2009માં કોસાડમાં હાઉસિંગ બોર્ડ પાસે લીધેલી 11.98 લાખ ચોરસ મીટર જમીનની સાથે સાથે વચ્ચે આવતી 21792 ચોરસમીટર - જેટલી ખાનગી જમીન ઉપર પણ આવાસનું બાંધકામ કરી દેવાયું હતું. ખાનગી જમીન ઉપર 1776 આવાસ બાંધી દેવાયા હતાં. ખાનગી જમીનના માલિકોને બદલામાં બીજી જગ્યાએ જમીન ફાળવી આપવા માટેનો કારસો રચાયો હતો. જોકે, વિવાદ થતાં મામલો સામે આવ્યો હતો.

આ અધિકારી સામે આક્ષેપો થયા હતા
સમગ્ર પ્રકરણમાં જે-તે વખતેના ટાઉન પ્લાનર ડી.એન.બસાક સામે આક્ષેપો થયા હતા. હાલમાં બસાક સેન્ટ્રલ ઝોનમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર છે.

અન્ય સમાચારો પણ છે...