તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:સુરતના ઉધનામાં અસામાજિક તત્વો વચ્ચેના વોરમાં આવાસના લોકોના વાહનોમાં તોડફોડ કરાઈ

સુરત24 દિવસ પહેલા
લોખંડના સળીયા સાથે આવેલા માથાભારે તત્વોએ તોડફોડ કરી હતી.
  • તોડફોડના દ્રશ્યો CCTVમાં કેદ થઈ ગયાં

સુરત ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોવાનું ફરી એકવાર CCTV માં કેદ થયું છે. ચીખલી ગેંગ અને રાહુલ એપાર્ટમેન્ટની ગેંગ વચ્ચે ચાલી રહેલી વોરમાં આવાસના ગરીબ લોકોના વાહનોની તોડફોડ કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. એટલું જ નહીં પણ ચીખલી ગેંગ દ્વારા વાહનોમાં તોડફોડ કરાઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે.

સ્થાનિકોએ વારંવાર હુમલા થતા હોવાનું જણાવ્યું હતું.
સ્થાનિકોએ વારંવાર હુમલા થતા હોવાનું જણાવ્યું હતું.

વારંવાર હુમલા થાય છે
સુનિતા (સ્થાનિક રહેવાસી) તેઓ વાજપાઈ આવાસના રહેવાસી છે. આ પહેલીવાર નો નહિ બીજીવાર હમલો છે. માથાભારે રાહુલ એપાર્ટમેન્ટના વિસ્તારમાં ઘૂસી ચીખલી ગેંગ વારંવાર હુમલાઓ કરી રહી છે. અને ગરીબ નિર્દોષ લોકોના વાહનો માં તોડફોડ કરી રહી છે. એટલું જ નહીં પણ માથાભારે રાહુલ એપાર્ટમેન્ટ હાલ પેરોલ જમ્પ કરી ફરાર છે. એવા સમયમાં ચીખલી ગેગ રાત્રીના કરફ્યુ ના સમયમાં હુમલાઓ કરી છે.

બાઈકમાં તોડફોડ કરાઈ હતી.
બાઈકમાં તોડફોડ કરાઈ હતી.

દસથી વધુએ હુમલો કર્યો
રાબીયા (સ્થાનિક રહેવાસી) એ જણાવ્યું હતું કે, 10-15 જણાએ ભરબપોરે હુમલો કરી ગરીબ મકાનોના દરવાજાઓ ઉપર તલવાર અને ફટકા વડે તોડફોડ કરાઈ છે. જેમાં મારા સાસુને હાથમાં ઇજા થઇ છે. 10થી વધુ વાહનોમાં તોડફોડ કરાઈ છે. તિક્ષ્ણ હથિયાર-લોખંડના પાઇપ સાથે હુમલા ખોર દેખાયા હતા. ડરના માર્યા કોઈ પણ આવાસના લોકો બહાર પણ નીકળ્યા ન હતા.ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.