કોરોના સુરત LIVE:24 કલાકમાં બાળકી સહિત નવા 4 કેસ નોંધાયા, એક્ટિવ કેસ વધીને 11 થયા

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં કુલ 205047 કેસ નોંધાયા

સુરત શહેર-જિલ્લામાં સતત પાંચમા દિવસે વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં એક બાળકીનો પણ સમાવેશ થયા છે. છેલ્લા 86 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેરમાં 11 એક્ટિવ કેસ છે. વિતેલા 24 કલાકમાં બે દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે હાલ એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી. ધીમે ધીમે સંક્રમણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

જિલ્લામાં એક પણ વ્યક્તિ કોરોના મુક્ત ન બની
શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4 કેસ સામે આવ્યા હતા. કોરોના પોઝિટિવ આવેલા આ 3 નવા કેસ શહેરમાં અને 1 કેસ જિલ્લામાંથી સામે આવ્યો હતો. છેલ્લે ચાલુ વર્ષના માર્ચ મહિનાની 2 તારીખે કુલ શહેર જિલ્લામાં 4 કેસ કોરોનાના પોઝિટિવ નોંધાયા હતા. 2 દર્દીઓ કોરોના મુક્ત બન્યા હતા. જ્યારે જિલ્લામાં એક પણ વ્યક્તિ કોરોના મુક્ત બની ન હતી.

202793 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205047 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 202793 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે. શહેરમાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસમાં 11 વર્ષની બાળકી પણ સામેલ છે.

લગ્નમાંથી પરત ફરેલી બાળકીનો રિપોર્ટ પોઝિટિવ
શહેરમાં ગતરોજ કોરોના પોઝિટિવ થવાના 3 કેસ સામે આવ્યા હતા. જે પૈકી આ તમામ કેસ રાંદેર ઝોનમાં જ સામે આવ્યા છે. રાંદેરના મોરાભાગળમાં રહેતી 11 વર્ષની બાળકી લગ્ન પ્રસંગમાં બહારગામ ગઈ હતી. લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરતા ગળામાં દુખાવાની તકલીફ જણાતા રિપોર્ટ કઢાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો. આવી જ રીતે રામનગરના 58 વર્ષીય આધેડ અને રાંદેરમાં રહેતા અને હજીરામાં નોકરી કરતા 35 વર્ષીય યુવકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. બંને એ વેક્સિનના બંને ડોઝ લીધા છે.

અન્ય સમાચારો પણ છે...