• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In The Last 24 Hours, 2 New Positive Cases Were Reported, 16 Active Cases Were Reported And One Patient Was Admitted To The Hospital.

કોરોના સુરત LIVE:વિતેલા 24 કલાકમાં નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસ 16 થયા, એક દર્દી હોસ્પિટલમાં દાખલ

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205054 કેસ સામે આવી ચુક્યા છે

સુરત શહેર-જિલ્લામાં સતત સાતમા દિવસે વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 88 દિવસથી એક પણ દર્દીનું મોત થયું નથી. હાલ સુરત શહેર જિલ્લામાં 16 એક્ટિવ કેસ છે. જેમાંથી એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે. વિતેલા 24 કલાકમાં બે દર્દીને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. ધીમે ધીમે વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ટેસ્ટિંગ અને રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

જિલ્લામાં એક પણ વ્યક્તિ કોરોના મુક્ત ન બની
શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2 કેસ સામે આવ્યા હતા. કોરોના પોઝિટિવ આવેલા આ 2 નવા કેસ શહેરમાં આવ્યા હતા. છેલ્લે ચાલુ વર્ષના માર્ચ મહિનાની 2 તારીખે કુલ શહેર જિલ્લામાં 4 કેસ કોરોનાના પોઝિટિવ નોંધાયા હતા. શહેરમાંથી 2 દર્દી કોરોનામુક્ત બન્યા હતા. જ્યારે જિલ્લામાં એક પણ વ્યક્તિ કોરોનામુક્ત બની ન હતી.

202798 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 205054 કેસ સામે આવી ચુક્યા છે જે પૈકી 202798 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. કુલ 2240 લોકો શહેર જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામી ચુક્યાનું સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...