તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ફાયર સેફટીના અભાવે હોટલ દુકાનો અને બુલેટ શોરૂમ સીલ

સુરત9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હજુ પણ ફાયર સેફટી અંગે બેદરકારી

છેલ્લાં કેટલાક દિવસથી મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઇને શહેરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા જ્યાં રોજેરોજ કોમર્શીયલ મિલકતો, ગોડાઉનો, હોટલોમાં ફાયર સેફ્ટીની તપાસ કરી સિલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે તે છતાં હજીયે કેટલાક બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી લગાડવામાં બેદરકારી દાખવામાં આવી રહી છે. જેથી ફાયર વિભાગની ટીમે સિલિંગની કામગીરી હાથધરી છે. આજે બુલેટનો શો રૂમ, રેસ્ટોરન્ટ, હોટલ, ગોડાઉનો સીલ કરાયા હતા.

દિલ્હી ગેટ પાસે આવેલી હોટલ ગ્રાન્ડ પ્રગતિ, ફાલસાવાડીમાં ઓવલ ગોલ્ડન પોઇન્ટ માર્કેટની 309 દુકાનો સીલ કરાઇ છે. ભેસ્તાનમાં ગોર્જીવાલા ઇન્ડસ્ટ્રીલ એસ્ટેટમાં આવેલ સંક્લપ રસાયણ અને વડોદગામમાં મહાદેવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ અગ્રવાલ એજન્સી નામના બે ગોડાઉનને પણ સીલ કરાયા હતા. જ્યારે પુણાગામમાં આવેલ જલારામ લુબ્રિકન્ટસ, કતારગામ લલીતા ચોકડી પાસે આવેલ પરિધાન ફર્નિશિંગ ડેકોર, સુરત એપેક્ષ સીલ કરવામાં આવ્યું હતું.

વેસુમાં સુકન પ્લેટિનાની 66 દુકાનો સીલ કરાઈ
વેસુમાં આવેલ સુકન પ્લેટિનાની 66 દુકાનો, હજીરા રોડ પર રોયલ ઇન્ફ્રીલ્ડ શો રૂમ, સર્વિસ સ્ટેશન અને ગોડાઉન સીલ કર્યું હતું. મન્ના ઢોસા સેન્ટર, શ્રીજી કાઠીયાવાડી રેસ્ટોરન્ટ પણ સિલિંગની કામગીરી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો