તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:‘કોરોનામાં હોસ્પિટલોએ લૂંટફાટ મચાવી હતી, તપાસ કમિટી બનાવી દર્દીઓને રિફંડ અપાવો’

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેન્ડિંગ સભ્યએ વડોદરાનું ઉદાહરણ આપી પાલિકા કમિશનરને રજૂઆત કરી

કોરોનામાં પાલિકાના કોટામાં દાખલ થતાં દર્દીઓને માટે કમિટી બની છે પરંતુ જે લોકો ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતાં તેમના માટે સરકારે નિયત ચાર્જ નક્કી કર્યો છે, પરંતુ તેમ છતાં ખાનગી હોસ્પિટલોએ ભાવ વધારે લીધા છે. જેથી આવા દર્દીને રિફંડ મળે તે માટે કમિટીની રચના કરવા સ્થાયી સમિતિના ઝિરો અવર્સમાં સભ્ય વ્રજેશ ઉનડકટે માંગણી કરી છે.

વ્રજેશ ઉનડકટે ઉદાહરણ ટાંકીને જણાવ્યું હતું કે, વડોદરામાં 368 અરજી હતી. તમામને 50 લાખ રિફંડ આપવામાં આવ્યું હતું. તે પ્રમાણે ખાનગીમાં દાખલ થયેલા સામાન્ય-મધ્યમ પરિવાર માટે પણ કમિટી બનાવવી જોઈએ. હોસ્પિટલોએ આવા લોકો પાસેથી લૂંટ ચલાવી છે તેઓને રિફંડ મળવું જોઈએ. રજુઆતને પગલે કમિશનરે હકારાત્મક વલણ દર્શાવ્યું હતું.

શહેર-જિલ્લામાં વધુ 89 કેસ પોઝિટિવ, વધુ 2નાં મોત, 191 સાજા થયા, શહેરમાં દાખલ દર્દીની સંખ્યા ઘટીને 182 થઇ
શહેરમાં 60 અને જિલ્લામાં 29 કેસ સાથે ગુરૂવારે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 89 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગુરૂવારે શહેરમાંથી 01 અને જિલ્લામાંથી 01 મળી શહેર જિલ્લામાં વધુ 02 કોરોનાના દર્દીઓનાં મોત નિપજ્યા છે. આ સાથે કુલ મૃતાંક 2096 થઈ ગયો છે. તેની સામે ગુરૂવારે શહેરમાંથી 107 અને જિલ્લામાંથી 84 મળી 191 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 137927 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

ગુરૂવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2296 થઈ ગઈ છે. ગુરૂવારના રોજ શહેરમાં હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટીને 182 થઈ ગઈ છે. જેમાં સિવિલની કોવિડ હોસ્પિટલમાં 80, સ્મીમેર હોસ્પિટલમાં 86 અને અન્ય પ્રાઈવેટ હોસ્પિટલોમાં ફક્ત 16 દર્દીઓ કોરોનાની સારવાર માટે દાખલ હોવાનું પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...