બીજા દિવસે કાર્યવાહી યથાવત:સુરતમાં ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધાને લઈ વધુ 18 હોસ્પિટલો અને 1 કોમર્શિયલ એકમ સીલ

સુરત6 મહિનો પહેલા
હોપ હોસ્પિટલ અને વૃંદાવન લેબોરેટરીને સીલ મારવામાં આવ્યું.
  • વરાછા, પુણા, ડીંડોલી, ગોળાદરા, ભાથેના, રામપુરા, લાલ દરવાજા, મજુરા, સૈયદપુરા, કતારગામ અને માતાવાડી વિસ્તારની મિલકતો સીલ

મહાનગરોમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામાન્ય બનતી ચાલી છે. તેવામાં સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોટિસ બાદ પણ ફાય સેફ્ટી ઉભી ન કરતા ફાયર વિભાગે હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી હતી. રવિવારે મધરાતે ફાયર વિભાગની વિવિધ ટીમો દ્વારા શહેરની નાની-મોટી 18 હોસ્પિટલોને સીલ કરી દેવામાં આવી હતી. આ હોસ્પિટલો જ્યાં સુધી ફાયર સેફ્ટી અંગે બાંયધરી નહીં આપે ત્યાં સુધી નવા દર્દીઓ દાખલ નહીં કરી શકે તેવી ચેતવણી આપવામાં આવી છે. આ સાથે એક મર્શીયલ એકમ પણ સીલ કરવામાં આવ્યું છે.

ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી
મહાનગરોમાં હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફટીના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. હાઈકોર્ટ સમક્ષ સોમવારે સુરત સહિત તમામ મહાનગરપાલિકાઓએ રિપોર્ટ રજૂ કરવાનો છે ત્યારે છેલ્લા છ મહિનામાં આ હોસ્પિટલોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી છતાં ફાયર સેફટીનો અભાવ હોવાથી રવિવારની મધરાતે પણ આ કાર્યવાહી ચાલુ રાખી હતી. અને આ કાર્યવાહીનો રિપોર્ટ સોમવારે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ ફાયર વિભાગના સુત્રોનું કહેવું છે.

ત્રણ-ત્રણ નોટિસો બાદ પણ હોસ્પિટલ સંચાલકોએ ફાયર સેફ્ટી ઉભી ન કરી.
ત્રણ-ત્રણ નોટિસો બાદ પણ હોસ્પિટલ સંચાલકોએ ફાયર સેફ્ટી ઉભી ન કરી.

સતત બીજા દિવસે હોસ્પિટલની સીલ કાર્યવાહી
વરાછા, પુણા, ડીંડોલી, ગોળાદરા, ભાથેના, રામપુરા, લાલ દરવાજા, મજુરા, સૈયદપુરા, કતારગામ અને માતા વાડી વિસ્તાર ની મિલકતો સીલ સીલ કરવામાં આવી હતી. ગત રોજ 18 હોસ્પિટલ સીલ કર્યા બાદ આજે ફરી વધુ 18 હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી. જે 18 હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે તેમાં મોટા ભાગની હોસ્પિટલોમાં દર્દી દાખલ હતા. જેથી દર્દીઓના વોર્ડને બાદ કરતા ખાલી તમામ વોર્ડ, રિસેપ્શન, તબીબોની ચેમ્બર સહિત ઓફિસો સીલ કરી દીધી હતી. છેલ્લા એક મહિનામાં ફાયર વિભાગે 40 હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરી હતી અને ખામી જણાતા નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત ફાયર વિભાગે કોર્મિશિયલ કોમ્પ્લેક્ષોને સીલ કરવાની પણ કાર્યવાહી કરી હતી.

દર્દી દાખલ હતાં તેટલો પાર્ટ ખુલ્લો રાખી બાકીના વોર્ડ, રિસેપ્શનને સીલ મારી દેવામાં આવ્યાં છે.
દર્દી દાખલ હતાં તેટલો પાર્ટ ખુલ્લો રાખી બાકીના વોર્ડ, રિસેપ્શનને સીલ મારી દેવામાં આવ્યાં છે.

દાખલ દર્દીઓને મુશ્કેલી ન પડે તે રીતે કાર્યવાહી કરાઇ
ઇન્ચા.ફાયર ચીફ ઓફિસર બસંત પરિકે જણાવ્યું હતું કે, નોટીસ ફટકારવા છતાં પણ ફાયર સેફ્ટી કાર્યરત કરાઈ ન હતી તેમજ સાધનોનો અભાવ મળતાં 18 હોસ્પિટલ સીલ કરાઈ છે. જોકે, દર્દી દાખલ હતાં તેટલો પાર્ટ ખુલ્લો રાખી બાકીના વોર્ડ, રિસેપ્શનને સીલ મારી દેવામાં આવ્યાં છે. હોસ્પિટલો નવા દર્દીઓને એપોઇન્ટમેન્ટ આપી કે દાખલ નહીં કરી શકાશે.

વરાછા મેઈન રોડ પર આવેલી ધ વુમન હોસ્પિટલ પણ સીલ કરવામાં આવી.
વરાછા મેઈન રોડ પર આવેલી ધ વુમન હોસ્પિટલ પણ સીલ કરવામાં આવી.

સીલ થયેલી હોસ્પિટલની યાદી

  • આયુષ્યમ ઓર્થોપેડિક હોસ્પિટલ, ઉત્સવ બિલ્ડીંગ, ચોપાટી સામે, નાના વરાછા, સુરત
  • ડી.એમ.સુપર સ્ટોર્સ ,કાંગારું સર્કલ ,પુણા પાટિયા સુરત
  • આકાંક્ષા ચિલ્ડ્રન હોસ્પિટલ, ડીંડોલી, સુરત
  • વિનાયક હોસ્પિટલ, ગોડાદરા, સુરત
  • નવજીવન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, સુરત
  • વેદાંત હોસ્પિટલ , ગોડાદરા,સુરત
  • શિફા હોસ્પિટલ, ભાઠેના, સુરત
  • સારથી હોસ્પિટલ, રામપુરા પેટ્રોલ પંપ પાસે, ચોકી શેરી ,સુરત
  • વિજય મેડીકલ હોસ્પિટલ, મનોહર કોમ્પ્લેક્ષ , સૈયદ પુરા પમ્પીંગ સ્ટેશન ની સામે, સુરત
  • કિલોલ ચિલ્ડ્રન હોસ્પિટલ, તક્ષશિલા એપાર્ટમેન્ટ, મજુરાગેટ, સુરત
  • બાબુલ સર્જીકલ હોસ્પિટલ, બીજો માળ મનોહર કોમ્પ્લેક્ષ , સૈયદ પુરા પમ્પીંગ સ્ટેશન ની સામે, સુરત
  • પહલ ગ્રીન હોસ્પિટલ, બ્લોક -એ, બીજો માળ, મિલેનિયમ પોઈન્ટ, લાલ દરવાજા, સુરત
  • ન્યુ લાઈફ હોસ્પિટલ, ડભોલી થી લલીતા ચોકડી તરફ જતા, વૃંદાવન સોસાયટી પાસે, કતારગામ,સુરત
  • હોપ હોસ્પિટલ અને વૃંદાવન લેબોરેટરી, ડભોલી થી લલીતા ચોકડી તરફ જતા, વૃંદાવન સોસાયટી પાસે, કતારગામ, સુરત
  • લાઈફ લાઈન હોસ્પિટલ, ભગુનગર સોસાયટી, માતાવાડી ,સુરત
  • શ્રીજી હોસ્પિટલ, અર્ચના સ્કુલ પાસે, પરવત પાટિયા રોડ, ઘાંચી સમાજ ની વાડી પાસે,સુરત
  • શ્રી હરી સર્જીકલ હોસ્પિટલ, 34, સાઈ બાબા સોસાયટી, માધવસદન,120 ફૂટ બમરોલી રોડ, પાંડેસરા, સુરત
  • દેવ ચિલ્ડ્રન હોસ્પિટલ, પીયુષ પોઈન્ટ,જી.આઈ.ડી.સી. રોડ, જલારામ નગર, સુરત
  • ધ વુમન હોસ્પિટલ, બરોડા પ્રિસ્ટેજ, વરાછા મેઈન રોડ, સુરત