તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતત ત્રીજા દિવસે કાર્યવાહી:સુરતમાં વધુ 8 હોસ્પિટલ સીલ, ફાયર સેફ્ટીના અભાવે 3 દિવસમાં 44 હોસ્પિટલ સીલ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હોસ્પિટલ સીલ કરાતા હોસ્પિટલના સંચાલકો અને તબીબો દોડતાં થયા છે. - Divya Bhaskar
હોસ્પિટલ સીલ કરાતા હોસ્પિટલના સંચાલકો અને તબીબો દોડતાં થયા છે.
 • છેલ્લા છ મહિનામાં હોસ્પિટલોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી

સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોટિસ બાદ પણ ફાય સેફ્ટી ઉભી ન કરતા ફાયર વિભાગે હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર સેફ્ટીના અભાવ ધરાવતી વધુ 8 હોસ્પિટલ સીલ કરાતા હોસ્પિટલના સંચાલકો અને તબીબો દોડતાં થયા છે. દર્દીઓને હાલાકી નહીં પડે માટે ઇમરજન્સી વિભાગ શરૂ રખાયો છે પરંતુ વધુ નવા દર્દીઓને દાખલ નહીં કરવા સૂચના અપાઈ છે. જ્યાં દર્દીઓ દાખલ છે તે વોર્ડ ચાલુ રખાયા છે પરંતુ બીજા રૂમ, વોર્ડ સીલ કરી દેવાયા છે.

ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી
મહાનગરોમાં હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફટીના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. હાઈકોર્ટ સમક્ષ સુરત સહિત તમામ મહાનગરપાલિકાઓએ રિપોર્ટ રજૂ કરવાનો છે ત્યારે છેલ્લા છ મહિનામાં આ હોસ્પિટલોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી છતાં ફાયર સેફટીનો અભાવ હોવાથી મધરાતે પણ આ કાર્યવાહી ચાલુ રાખી હતી.

સતત ત્રીજા દિવસે હોસ્પિટલની સીલ કાર્યવાહી
જે 8 હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે તેમાં મોટા ભાગની હોસ્પિટલોમાં દર્દી દાખલ હતા. જેથી દર્દીઓના વોર્ડને બાદ કરતા ખાલી તમામ વોર્ડ, રિસેપ્શન, તબીબોની ચેમ્બર સહિત ઓફિસો સીલ કરી દીધી હતી. છેલ્લા એક મહિનામાં ફાયર વિભાગે 40 હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરી હતી અને ખામી જણાતા નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત ફાયર વિભાગે કોર્મિશિયલ કોમ્પ્લેક્ષોને સીલ કરવાની પણ કાર્યવાહી કરી હતી.

ઇમરજન્સી વિભાગ શરૂ રખાયો છે પરંતુ વધુ નવા દર્દીઓને દાખલ નહીં કરવા સૂચના અપાઈ છે.
ઇમરજન્સી વિભાગ શરૂ રખાયો છે પરંતુ વધુ નવા દર્દીઓને દાખલ નહીં કરવા સૂચના અપાઈ છે.

દાખલ દર્દીઓને મુશ્કેલી ન પડે તે રીતે કાર્યવાહી કરાઇ
ઇન્ચા.ફાયર ચીફ ઓફિસર બસંત પરિકે જણાવ્યું હતું કે, નોટીસ ફટકારવા છતાં પણ ફાયર સેફ્ટી કાર્યરત કરાઈ ન હતી તેમજ સાધનોનો અભાવ મળતાં હોસ્પિટલ સીલ કરાઈ છે. જોકે, દર્દી દાખલ હતાં તેટલો પાર્ટ ખુલ્લો રાખી બાકીના વોર્ડ, રિસેપ્શનને સીલ મારી દેવામાં આવ્યાં છે. હોસ્પિટલો નવા દર્દીઓને એપોઇન્ટમેન્ટ આપી કે દાખલ નહીં કરી શકાશે.

જે વોર્ડમાં દર્દીઓ દાખલ હતા તેને ચાલુ રાખવામાં આવ્યા.
જે વોર્ડમાં દર્દીઓ દાખલ હતા તેને ચાલુ રાખવામાં આવ્યા.

સતત ત્રીજા દિવસે વધુ 8 હોસ્પિટલ સીલ કરવામાં આવી

 • ડૉ.શેતુલ શાહ ઓર્થો, કોટ સફીલ રોડ, ગ્રેસ હોસ્પિટલની સામે, ભાગળ, સુરત
 • સુશ્રુષા હોસ્પિટલ, પહેલો માળ, મનોહર કોમ્પલેક્ષ, પંપીંગ સ્ટેશન, સૈયદપુરા
 • નિરામય ચિલ્ડ્રન હોસ્પિટલ, લીમડા ચોક,લાલગેટ,સુરત
 • એસ. ડી.પટેલ મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલ ,કરડવા,સુરત
 • જ્યોતિ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડિંડોલી ,સુરત
 • મૈયા પ્રસુતિગૃહ માધવનગર, છાપરા ભાઠા રોડ,અમરોલી ,સુરત
 • દીપશિલા હોસ્પિટલ, માધવનગર, છાપરા ભાઠા રોડ, અમરોલી, સુરત
 • હેત વુમન્સ હોસ્પિટલ,નાના વરાછા, સુરત
નોટિસ આપવા છતાં ફાય સેફ્ટી ઉભી ન કરતા કાર્યવાહી કરવામાં આવી.
નોટિસ આપવા છતાં ફાય સેફ્ટી ઉભી ન કરતા કાર્યવાહી કરવામાં આવી.

બીજા દિવસે વધુ 18 હોસ્પિટલો અને એક સુપર સ્ટોર સીલ કરાયો હતો

 • આયુષ્યમ ઓર્થોપેડિક હોસ્પિટલ, ઉત્સવ બિલ્ડીંગ, ચોપાટી સામે, નાનાવરાછા
 • ડી.એમ.સુપર સ્ટોર્સ, કાંગારુ સર્કલ, પુણા પાટિયા
 • આકાંક્ષા ચિલ્ડ્રન હોસ્પિટલ, ડીંડોલી
 • વિનાયક હોસ્પિટલ, ગોડાદરા
 • નવજીવન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, સુરત
 • વેદાંત હોસ્પિટલ, ગોડાદરા
 • શિફા હોસ્પિટલ, ભાઠેના
 • સારથી હોસ્પિટલ, રામપુરા પેટ્રોલ પંપ પાસે, ચોકી શેરી
 • વિજય મેડીકલ હોસ્પિટલ, મનોહર કોમ્પ્લેક્ષ, સૈયદપુરા પંમ્પીંગ સ્ટેશન સામે
 • કિલોલ ચિલ્ડ્રન હોસ્પિટલ, તક્ષશિલા એપાર્ટમેન્ટ, મજુરાગેટ
 • બાબુલ સર્જીકલ હોસ્પિટલ, મનોહર કોમ્પ્લેક્ષ, સૈયદપુરા
 • પહલ ગ્રીન હોસ્પિટલ, બ્લોક-એ, બીજો માળ મનોહર કોમ્પ્લેક્ષ, મિલેનિયમ પોઈન્ટ, લાલ દરવાજા
 • ન્યુ લાઈફ હોસ્પિટલ, ડભોલીથી લલીતા ચોકડી તરફ, વૃંદાવન સોસાયટી, કતારગામ
 • હોપ હોસ્પિટલ અને વૃંદાવન લેબોરેટરી, ડભોલીથી લલીતા ચોકડી તરફ જતાં વૃંદાવન સોસા. કતારગામ
 • લાઇફ લાઈન હોસ્પિટલ, ભગુનગર સોસા., માતાવાડી
 • શ્રીજી હોસ્પિટલ, અર્ચના સ્કુલ પાસે, પરવત પાટિયા રોડ
 • શ્રી હરી સર્જીકલ હોસ્પિટલ, સાંઇ બાબા સોસાયટી, માધવસદન, 120 ફૂટ રોડ બમરોલી રોડ
 • દેવ ચિલ્ડ્રન હોસ્પિટલ, પીયુષ પોઇન્ટ, જીઆઈડીસી રોડ, જલારામનગર
 • ધ વુમન હોસ્પિટલ, બરોડ પ્રિસ્ટેજ, વરાછા મેઇન રોડ
ડોક્ટરોની ચેમ્બરને પણ સીલ મારી દેવામાં આવ્યું.
ડોક્ટરોની ચેમ્બરને પણ સીલ મારી દેવામાં આવ્યું.

પ્રથમ દિવસે 18 હોસ્પિટલો અને 2 કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સીલ કરાયા હતા

 • ચિરાયુ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ, પ્લાસ્ટિક પ્લાઝા, યોગી ચોક
 • વિશ્વા હોસ્પિટલ, યોગી ચોક, સમર્પણ હોસ્પિટલ પાસે
 • મંત્રા હોસ્પિટલ, મંત્રા સ્કવેર, યોગીચોક
 • શ્રીનાથ એપાર્ટમેન્ટ, રામનગર ચાર રસ્તા, રાંદેર રોડ
 • શ્રી સાંઇ હોસ્પિટલ, નીલગીરી રોડ, ગોડાદરા
 • સિટી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ મહારાણા પ્રતાપ ચોક, ગોડાદરા
 • પંકજ જનરલ હોસ્પિટલ, સંજય નગર સર્કલ, લિંબાયત
 • એપેક્ષ હોસ્પિટલ, પરવત પાટિયા
 • કલ્પ હોસ્પિટલ, પરવત પાટિયા
 • કલ્યાણી ગ્રુપ ઓફ હોસ્પિટલ, હોડી બંગલો, વેડ દરવાજા
 • નુપુર હોસ્પિટલ, મકાઈપુલ
 • ઋષિ ચિલ્ડ્રન હોસ્પિટલ, આયુર્વેદિક કોમ્પ્લેક્ષ, ત્રીજો માળ લાલ દરવાજા
 • અભિષેક સર્જીકલ હોસ્પિટલ, આનંદદીપ, એપાર્ટમેન્ટ, સૈયદપુરા, ચોકીશેરી, રામપુરા
 • મન્નત ચિલ્ડ્રન હોસ્પિટલ, 310 થી 319, ઓમ પ્લાઝા, વિજયનગર, આઈ માતા રોડ, જે.ટી.નગર
 • શ્રી હરી ચિલ્ડ્રન હોસ્પિટલ, ન્યુ હરિધામ સોસા., બમરોલી રોડ
 • પ્રિયા હોસ્પિ., પીયુષ પોઇન્ટ, પાંડેસરા
 • જીવન શક્તિ હોસ્પિટલ, પીયુષ પોઇન્ટ
 • શુભ હોસ્પિટલ, પીયુષ પોઇન્ટ
 • તુલી હોસ્પિટલ,કર્મયોગી સોસા.
 • માન સરોવર કોમ્પલેક્ષ, પટેલ ઇન્ડસ્ટ્રિયલ, બંબા વાડી, કતારગામ