તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત:સ્મીમેર હોસ્પિટલના ડો. અમિત પટેલ કોરોનાને મ્હાત આપી પુનઃ ફરજ પર હાજર થયા

સુરતએક વર્ષ પહેલા
ડો. અમિત પટેલ હોમ આઈસોલેશનમાં રહી સરકારી ગાઈડલાઈન્સ મુજબ સારવાર મેળવી સાજા થયા
  • દર્દીઓની સારવાર દરમિયાન સંક્રમિત થયા હતાં
  • લોકોની સેવા કરવાનો મુખ્ય ધ્યેય છે: ડો. અમિત

કોરોના સામેના જંગના પ્રમુખ યોદ્ધા તરીકે કોરોનામુક્ત બની ફરજને પ્રાધાન્ય આપતા હોય એવા કિસ્સાઓ ઉજાગર થઈ રહ્યા છે.અમિત પટેલ આવા જ એક કોરોના યોદ્ધા છે.દર્દીઓની સારવાર દરમિયાન સંક્રમિત થયેલા સ્મીમેર હોસ્પિટલના પીએસએમ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.અમિત પટેલ હોમ આઈસોલેશનમાં રહી સરકારી ગાઈડલાઈન્સ મુજબ સારવાર મેળવીને કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે.કોરોના મુક્ત થતાં ફરી ફરજ પર પણ હાજર થયા છે.

એન્ટીજન ટેસ્ટમાં કોવિડની અસર દેખાઈ
ડો.અમિત પટેલ જણાવે છે કે, શરૂઆતમાં મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં હું ફરજ બજાવતો હતો. ત્યાર બાદ નોર્થ ઝોનમાં કોરોના સંક્રમણ વધતા કોરોના નિયંત્રણની વિશેષ ફરજ સોંપવામાં આવી હતી. તા.16 મેથી નોર્થ ઝોનના શહેરી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવી રહ્યો હતો. ગત તા.03 જુલાઈના રોજ કોરોનાના પ્રાથમિક લક્ષણ જેવા કે, ખાંસી, તાવ અને શરીરમાં નબળાઈ આવતા સ્મીમેરની દેખરેખ હેઠળ હોમ ક્વૉરન્ટીન થયો હતો. ત્યાર બાદની સારવાર ઘરે જ મેળવી હતી. હોમ આઈસોલેશન દરમિયાન તબિયતમાં સુધારો પણ જણાયો હતો. છ-સાત દિવસ બાદ ફરી શ્વાસ લેવામાં તકલીફ જણાતા સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ એન્ટીજન ટેસ્ટ કરાવ્યો,કોવિડની અસર દેખાઈ હતી. જેથી 14 દિવસ ઘરે આઈસોલેટ થઈ સારવાર મેળવી હતી. 14 દિવસ બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ફરજ પર જોડાઈ ગયો હતો.

કામગીરીનો સંતોષ છે કોરોના મહામારીના સમયમાં દર્દીઓને સ્વસ્થ કરવામાં તેમજ સમાજને આરોગ્યપ્રદ રાખવાની ફરજ નિભાવીએ છીએ. ત્યારે દર્દીઓ અને તેમના સ્વજનોને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તે મારૂ લક્ષ્ય રહ્યું છે. સંક્રમણને અટકાવવાના ભાગરૂપે મારા ઉચ્ચ અધિકારી ડો. નાયકજીએ એમની ટીમમાં સામેલ કર્યો. કોરોના નિયંત્રણની કામગીરી કરીને સંતોષ થયો. હું ડોક્ટર તરીકે સુરત મહાનગરપાલિકા આભાર માનું છું કે વિકટ પરિસ્થિતિમાં મને હોમ આઈસોલેશનમાં સાથ સહકાર આપતાં માત્ર 14 દિવસમાં સાજો થઈ ફરજ પર હાજર થયો છું તેમ વધુમાં ડો. અમિત પટેલે જણાવ્યું હતું.