તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચિત્ર વહીવટ:​​​​​​​સુરતમાં ડોક્ટરનો પુત્ર કોરોના પોઝિટિવ આવતા પરિવાર આઇસોલેટેડ કરાયું, ક્વોરન્ટીન રજા અરજી નામંજૂર થતાં મેડિકલ ઓફિસર નોકરી કરવા મજબૂર

​​​​​​​સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલ હોસ્પિટલના ડોક્ટરને ઘરમાં કોરોના કેસ હોવા છતાં નોકરી પર હાજર રહેવું પડતું હોવાનું સામે આવ્યું છે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
સિવિલ હોસ્પિટલના ડોક્ટરને ઘરમાં કોરોના કેસ હોવા છતાં નોકરી પર હાજર રહેવું પડતું હોવાનું સામે આવ્યું છે. (ફાઈલ તસવીર)
  • પુત્રનો રિપોર્ટ 24 માર્ચના રોજ પોઝિટિવ આવ્યા બાદ તબીબો માટે ક્વોરન્ટીન નિયમ ન હોવાનું કહીને રજા નામંજૂર કરાઈ

સુરત હેલ્થ વર્કર માટે ક્વોરન્ટી થવું જરૂરી નથી, તમે નોકરી કરી શકો છો. કહી કોરોના પોઝિટિવ પુત્રના ડોક્ટર પિતાની રજા નામંજૂર કરી તાત્કાલિક ફરજ પર હાજર થવાનું સુરત સિવિલ હોસ્પિટલના તંત્રએ ફરમાન કર્યું છે. એટલું જ નહીં પણ એક મેડિકલ ઓફિસ ની ક્વોરન્ટી લિવ પણ નામંજૂર કરી ડૉક્ટર પિતાને સુપર સ્પ્રડર બનાવવાનો પ્રયાસ કરાતો હોવાના આક્ષેર થઈ રહ્યાં છે. જોકે મેડિકલ ઓફિસરનો પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે કોરોના પોઝિટિવ પુત્રને હોમ કોરોન્ટાઇન કરી દેવાયો છે. હાલ ડોક્ટરનો પરિવારને હોમ આઇસોલેટેડ છે અને તબીબ નોકરી પર જતા હોવાથી તેના જ એપોર્ટમેન્ટના લોકો શંકાની નજરે જોતા હોવાનું તબિબ અનુભવી રહ્યાં છે.

રજા નામંજૂર કરી દેવાઈ
નામ ન લખવાની શરતે ડોક્ટરે કહ્યું હતું કે, મારા બે દીકરા છે. મોટો દીકરો બીકોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. વધતા જતા ક્રોરોના કેસને લઈ મારો મોટો દીકરો કોરોના સંક્રમણમાં આવ્યો હતો. 24 મીએ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. એટલે તાત્કાલિક કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ આખું પરિવાર હોમ ક્વોરન્ટીન થઈ ગયું હતું. મેં પણ ક્વોરન્ટી રજા માટે એપ્લાય કરી દીધું હતી. જોકે ત્યારબાદ RMOમાંથી ફોન પર એવું કહેવામાં આવ્યું હતું કે, હેલ્થ વર્કરોએ ક્વોરન્ટીન થવાની જરૂર નથી. કામ કરી શકે છે. જેથી રજા મંજૂર નહિ થાય,

રજા મંજૂર ન થતાં કામ પર લાગ્યા
દીકરાને કોરોનાગ્રસ્ત અને પરિવાર આઈસોલેટેડ હોવા છતાં ડોક્ટરની રજા મંજૂર થઈ નથી. જેથી તેઓ હોસ્પિટલમાં પોતાની ફરજ નિભાવવા પહોંચી ગયા હોવાનું કહેતા વધુમાં જણાવ્યું હતું કે, હું ફરી 26 મીથી નોકરી પણ હાજર થઈ ગયો છું અને પોસ્ટમોર્ટમની જવાબદારી સાંભળી લીધી છે. પુત્રના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મને આશા હતી કે, મારી ઓછામાં ઓછી 7 દિવસની રજા મંજૂર થાય તો આખું પરિવાર આઇસોલેટેડ રહી આ બીમારીને ફેલાતી અટકાવી શકાય. પણ સિવિલના વહીવટી વિભાગનું ગણિત કઈક અલગ જ દેખાય રહ્યું છે.

લોકો શંકાની નજરે જુએ છે
હાલ મારા કોમ્પ્લેક્ષ બહાર પ્રતિબંધિત વિસ્તારના બોર્ડ લાગી ગયા છે. કંઈ પણ ઘર વપરાશની વસ્તુ માટે દોરી લટકાવી પડે છે. આખું પરિવાર ઘરમાં આઇસોલેટેડ રહેવા મજબૂર છે, ને હું નોકરી કરી રહ્યો છે. મારા આ કાર્યથી સોસાયટીવાસીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ભલે હું કોરોના નેગેટિવ છું પણ લોકો મને શંકાની નજરે જોઈ રહ્યા છે. કેટલાક કહે છે, જો આ ચાલ્યો સુપર સ્પ્રેડર, આવી સ્થિતિમાં પણ રજા મંજૂર ન થાય તે કેટલું યોગ્ય છે તેવા સવાલો થઈ રહ્યાં હોવાનું વધુમાં ડોક્ટરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો