તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Honey Trap Case, In A Video Call, He Takes Off His Clothes And Extorts Money By Blackmail, A Middle aged Victim From A Young Man From Surat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રૂપસુંદરીઓથી સાવધાન:વિડિયો-કોલમાં કપડાં ઊતરાવી રૂપિયા પડાવવા કરે છે બ્લેકમેલ, સુરતના યુવકથી લઈ આધેડ ભોગ બન્યા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાઈબર અપરાધીઓ સામાજિક પ્રતિષ્ઠા, ઉંમર અને વ્યવસાયને ધ્યાનમાં રાખી ટાર્ગેટ કરતા હોય
  • ભોગ બનનાર લોકો સમાજમાં બદનામી થાય તેવા ડરે ફરિયાદ કરવા આગળ આવતા નથી

સોશિયલ મીડિયા પર સુંદર યુવતી જ્યારે ચેટિંગ કરવા આગ્રહ કરે ત્યારે તેનો ઈરાદો ચોક્કસથી ફસાવવાનો હોય શકે છે. સુરતમાં કેટલાક યુવકો સોશિયલ મીડિયા પર સુંદર યુવતીને જોઈ એટલા ઘેલા બની જાય છે કે ન કરવાનું કરી બેસે છે. હવે સમાજમાં બદનામીના ડરે યુવકો પાસેથી યુવતી અને તેની ટોળકી મોટી રકમ પડાવી રહી છે. એક યુવતીએ મેસેજમાં લખ્યું કે હેલ્લો, ગાઈસ દેખો ઈઝ બોય કો, વિડિયો-કોલિંગ પર કિતની ગંદી હરકત કર રહા હૈ, ઐસે લોગો કો જ્યાદા સે જ્યાદા શેર ઔર લાઇક કરે, તાકી ઈન કો ફાંસી કી સજા હો શકે, ઓનલાઇન રેપ કર રહે હૈ, સુરતમાં આ ટોળકીનો ઘણા યુવકો ભોગ બન્યા છે. સમાજમાં બદનામી થાય તેવા ડરે તેઓ ફરિયાદ કરવા આગળ આવતા નથી, જેને કારણે આવી ટોળકી સક્રિય થઈ છે.

કિસ્સા નં.-1
નાનપુરાના યુવકે સોશિયલ મીડિયા પર સુંદર યુવતીનો ફોટો જોઈ તેને ફોન નંબર આપી દીધો. વિડિયો-કોલ કરી યુવતીએ પોતાનાં કપડાં ઉતારી, યુવકના કપડાં ઊતરાવી તેનો વિડિયો બનાવી લીધો. આ વિડિયોથી બ્લેકમેલ કરી યુવક પાસેથી ટોળકીએ 20 હજાર પડાવી લીધા છતાં બ્લેકમેલ કરવાનું બંધ કર્યું ન હતું.

કિસ્સા નં.-2
અંકલેશ્વરમાં ખેતી કરતો 28 વર્ષનો યુવક આ જ રીતે યુવતીની વાતમાં ભેરવાયો હતો. તેનો પણ વિડિયો બનાવી ઠગ ટોળકીએ 12500ની રકમ પડાવી હતી. એટલું જ નહીં, સીઆઇડી ક્રાઇમના અધિકારીના નામે ધમકાવી વિડિયો વાઇરલ થશે તો બદનામી થશે એવું કહી પતાવટની વાત કરી હતી.

કિસ્સા નં.-3
સુરતના 58 વર્ષીય ઇલેક્ટ્રિકનો કોન્ટ્રેક્ટર એડલ્ટ વેબસાઇટ પર ચેટિંગમાં ભેરવાયો હતો. યુવતીએ વિડિયો-કોલ કરી પોતાનાં કપડાં ઉતારી કોન્ટ્રેક્ટરનાં કપડાં ઊતરાવી તેનો વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડની ધમકી આપી રૂપિયા માગ્યા હતા. વિડિયોમાં ચહેરો ન દેખાતાં તેણે રૂપિયા આપ્યા ન હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો