તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઇરલ:સુરતના ઓલપાડના ડભારી દરિયાકિનારે હોમગાર્ડના જવાનોની દારૂ પાર્ટી, કમાન્ડન્ટે વીડિયોના આધારે સસ્પેન્ડ કર્યા

સુરત3 મહિનો પહેલા
દરિયાકિનારે કરેલી દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ. - Divya Bhaskar
દરિયાકિનારે કરેલી દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ.
  • વાઇરલ થયેલા વીડિયોમાં હોમગાર્ડના સાયણ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડિંગ નજરે પડ્યો
  • દારૂ પાર્ટી અંગે તપાસ બાદ વધુ કાર્યવાહી કરાશેઃ સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ

સુરત શહેરના ઓલપાડના ડભારી દરિયાકિનારે 26મી જાન્યુઆરીના દિવસે હોમગાર્ડના જવાનો દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. વાઈરલ થયેલા વીડિયોમાં હોમગાર્ડના સાયણ યુનિટનો ઈન્ચાર્જ કમાન્ડિંગ પણ હોવાનું સામે આવ્યું છે, જ્યારે હોમગાર્ડના જવાનો નશામાં ચૂર થઈ ફિલ્મી ગીતો પર ઠૂમકા લગાવતા નજરે પડી રહ્યા છે.સમગ્ર વીડિયોના આધારે સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટે તમામને સસ્પેન્ડ કર્યા છે.

વીડિયોમાં છથી સાત જેટલા લોકો દારૂની પાર્ટી કરતા નજરે પડે છે.
વીડિયોમાં છથી સાત જેટલા લોકો દારૂની પાર્ટી કરતા નજરે પડે છે.

દરિયાકિનારે દારૂની પાર્ટી કરી
26 જાન્યુઆરીના રોજ સાયણના ઈન્ચાર્જ કમાન્ડિંગ સહિત હોમગાર્ડના જવાનો દ્વારા ઓલપાડ તાલુકાના દભારી ગામે દરિયાકિનારે દારૂ પાર્ટી કરવામાં આવી હતી, જેનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં દેખાતા તમામ સુરત ગ્રામ્યના ઓલપાડ તાલુકાના સાયણ યુનિટના હોમગાર્ડ જવાનો છે. દારૂના ગ્લાસ આપતી વ્યક્તિ સાયણ યુનિટનો ઇન્ચાર્જ કમન્ડિંગ હોવાની ચર્ચા છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી ચાલી રહી હતી ત્યારે સાયણ હોમગાર્ડ યુનિટનો કમન્ડિંગ અને તેના અન્ય જવાનો દરિયાકિનારે દારૂની પાર્ટી કરી નશામાં ચૂર હાલતમાં ફિલ્મી ગાયનો પર ઠૂમકા લેતા હતા.

વીડિયોમાં સાયણ યુનિટનો કમાન્ડિંગ પણ નજરે પડે છે.
વીડિયોમાં સાયણ યુનિટનો કમાન્ડિંગ પણ નજરે પડે છે.

દારૂ પાર્ટી અંગે તપાસ બાદ વધુ કાર્યવાહી
સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ડો. પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે હા, આવો વીડિયો મારી સામે આવ્યો છે. સાયણ યુનિટનો ઇન્ચાર્જ કમન્ડિંગ પણ નજરે પડી રહ્યો છે. દારૂ પાર્ટી અંગે તપાસ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.પરંતુ હાલ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

નશામાં ચૂર થઈ દરિયાકિનારે મજા માણી.
નશામાં ચૂર થઈ દરિયાકિનારે મજા માણી.

સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ
સુરત જિલ્લામાં રેન્જ આઈજી દ્વારા સોંપવામાં આવેલી પ્રોહિબિશનની તપાસમાં યોગ્ય તપાસ નહીં કરતાં કીમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ હિંમત આજરાને સસ્પેન્ડ કરી દેતાં જિલ્લા પોલીસબેડામાં ફફડાટ ફેલાયો હતો. સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. એક તરફ અધિકારીઓ સસ્પેન્ડ થઈ રહ્યા છે તો બીજી તરફ પીઆઈ કક્ષાના પોલીસ સ્ટેશનો પણ પીએસઆઈને હવાલે કરવા પડ્યાં છે.

નશામાં ચૂર, ફિલ્મી ગીતો પર ઠૂમકા માર્યા.
નશામાં ચૂર, ફિલ્મી ગીતો પર ઠૂમકા માર્યા.
પાંચ બોટલ જેટલો દારૂ પી ગયા.
પાંચ બોટલ જેટલો દારૂ પી ગયા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો