તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:હોમગાર્ડનું અપહરણ કરનાર ટોળકીના 3 આરોપી ઝડપાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એમ.પીથી આવી દક્ષિણ ગુજરાતમાં ડીઝલ ચોરી કરતી ટોળકીએ જ અપહરણ કર્યું હતું

ઇચ્છાપોરમાં ફરજ બજાવતા હોમગાર્ડના અપહરણ કેસમાં તપાસ દરમિયાન પોલીસે બુધવારે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ એમપીથી ડીઝલ ચોરી કરવા આવતા હતા. પોલીસે પાસેથી 6 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. આ ટોળકીના બે આરોપી ઈસ્લામ શાહ અને વિરેન્દ્ર સિંગ હજુ ફરાર છે.

20મી જુને મોડી રાતે ઇચ્છાપોરના હોમગાર્ડે અટકાવતા ચાલકે ટ્રક ઊભી રાખી ન હતી. હોમગાર્ડે પીછો કરતાં તેને માર મારી અપહરણ કરી સચીન પાસે ઉતારી ભાગી ગયા હતા. ઈચ્છાપોર પીઆઈ એસ.જે.પંડયાએ ઈચ્છાપોર ખાડી પાસે વોચ ગોઠવી ગેંગના આમીરખાન રફીકખાન(બિહાર), મુસ્તુફા મજીદખાન (એમપી) અને રીયાઝખા ખાજુખા (એમપી) ઝડપી પાડ્યા હતા.ચોરીનું ડીઝલ ટ્રકમાં પાટીયાની નીચે ચોરખાના બનાવી સંતાડી દેતા હતા અને બાદમાં એમપીમાં ચોરીનું ડિઝલ વેચાણ કરતા હતા. આમીરખાન અગાઉ એમપીમાં પણ પકડાયો હતો.

હજીરામાં ચોરીનો પ્લાન
ડીઝલ ચોર ટોળકી કામરેજથી લઇને વાપી સુધીના હાઇવે પર પાર્ક કરેલા ટ્રકમાંથી ડીઝલ ચોરી કરે છે. અત્યાર સુધી આ ટોળકી 3થી 4 વખત સુરત આવી ચૂકી છે. હજીરામાં પણ ટોળકીનો ડીઝલ ચોરીનો પ્લાન હતો.ટોળકી ડીઝલ ચોરી કરવા એમપીથી ખાલી ડ્રમ લઇને આવે છે.

અન્ય સમાચારો પણ છે...