તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Home Quarantine Patients Are Not Allowed To Go Out Of The House And This Work Must Do Society President Said SMC Commitioner

સુરત:હોમ ક્વોરન્ટીન દર્દીઓ ઘર બહાર ન નીકળે તેની જવાબદારી સોસાયટી પ્રમુખનીઃપાલિકા કમિશનર

સુરત2 મહિનો પહેલા
પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ સોસાયટીના પ્રમુખો સાથે બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી હતી.
  • રાંદેર, વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં પાલિકા કમિશનરની બેઠક
  • કેસોનો વધારો થતાં સોસાયટીઓમાં મિટિંગનું આયોજન કરાયું

શહેરમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાંદેર, વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં કેસોનો વધારો થતાં સોસાયટીઓમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકા કમિશનરે કહ્યું કે, સોસાયટીમાં કોઈ કેસ હોય અને ઘરે જ સારવાર લઈ રહ્યા હોય તેમજ હોમ ક્વોરન્ટીનમાં રહેલા દર્દી અને અન્ય સભ્યો ઘર બહાર ન નીકળે તે જોવાનું કામ પણ સોસાયટીના પ્રમુખ અને અન્ય લોકોનું છે. તેમની જીવન જરૂરીયાતની વસ્તુઓ ઘર સુધી પહોંચડવાની જવાબદારી પણ સૌએ સાથે મળીને ઉઠાવી લેવી જોઈએ.

વડીલોની ખાસ કાળજી રાખવા સૂચન
પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, મનપા દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તમામ કામગીરી હાથ ધરવામાં આવી છે. રાંદેર, વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં કેસોનો વધારો થતાં સોસાયટીઓમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોસાયટીના પ્રમુખોએ શું કાળજી લેવી, કેવી અને કંઈ મદદ કરવી જેથી લોકો બહાર ન નીકળે. જેથી લોકોનો સંક્રમિત થયા બચાવી શકાય. વડીલોની ખાસ કાળજી રાખવા સૂચન કરાયું છે. તમામનું નિરાકરણ માટે અલગ અલગ ઝોન કરવામાં આવ્યા છે.

રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા
પાલિકા કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. બહારથી આવતા મજૂરોનો ખાસ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સુપર સ્પ્રેડર માટે પણ અલગથી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
આગામી દિવસોમાં આવતા તહેવારને લઈને જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખે, ફરજીયાત માસ્ક પહેરે. પરિવાર સાથે ઘરમાં હોય તો જ માસ્ક ખોલી શકાય છે. જો પરિવારમાં પણ લક્ષણ હોય તો પરિવાર સાથે પણ માસ્ક પહેરવું જોઈએ. આ સંક્રમણને રોકવા માટે ઉપયોગી થશે.પાલિકા કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, સુરતમાં મૃત્યુઆંક ફરી વધ્યો છે. જેને લઈને તમામ આઈસોલેશન સેન્ટર અને સર્વેલન્સ કામે લાગ્યું છે. પ્લાઝમાનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો