ઉજવણી મોકૂફ:સુરતમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જન્મદિવસના કાર્યક્રમ રદ્દ કર્યા, 8 જાન્યુઆરીએ યોજાનાર નમો જોબ ફેર મોકૂફ રખાયો

સુરત14 દિવસ પહેલા
હર્ષ સંઘવીએ જાતે જ કાર્યક્રમો મોકૂફ કર્યાની માહિતી આપી હતી.
  • હર્ષ સંઘવીએ કાર્યક્રમ રદ્દ કર્યા અંગે ટ્વીટ કરી માહિતી આપી હતી

સુરતના મજુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની ઉજવણીના વિવિધ કાર્યક્રમોનું આયોજન સુરત શહેરમાં કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષ કરીને તેમની વિધાનસભા વિસ્તારના પ્રતિનિધિઓ સાથેના કાર્યક્રમો તેમજ સિટીલાઈટ વિસ્તારમાં નમો જોબ ફેરનું ખૂબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. જે કોરોનાના કારણે મોકૂફ રખાયું છે.

ટ્વિટર પર માહિતી અપાઈ
વિવિધ ક્ષેત્રની અંદર બેરોજગાર યુવકોને રોજગારી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના સંક્રમણને ધ્યાનમાં લેતા આખરે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ જાતે પોતાના ટ્વિટર હેન્ડલથી પોતાના જન્મદિવસ નિમિત્તેના કાર્યક્રમો અને આયોજનો મોકૂફ રાખવાની માહિતી આપી છે.

ટ્વિટર મારફતે પણ હર્ષ સંઘવીએ માહિતી આપી હતી.
ટ્વિટર મારફતે પણ હર્ષ સંઘવીએ માહિતી આપી હતી.

આયોજનો મોકૂફ
દીક્ષિત ત્રિવેદીએ જણાવ્યું કે, સુરત શહેરમાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના જન્મદિવસની દબદબાભેર ઉજવણી થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સંક્રમણને જોતાં તેમણે પોતે જ તમામ કાર્યક્રમ મોકૂફ રાખ્યા હોવાનો નિર્ણય કર્યો છે, અને તે અંગે અમને પણ માહિતગાર કર્યા છે. યુવકોને રોજગાર મળે તે માટે અમે નમો જોબ ફેરનું ખૂબ જ મોટું આયોજન કર્યું હતું. પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. જોબ ફેર સહિત તેમના વોર્ડમાં સ્વાગત સમારોહ થવાના હતા. તેમ જ કેટલાક વિસ્તારોની અંદર બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તે તમામ કાર્યક્રમો પણ મોકૂફ રખાયા છે.