• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • People Returning Home From Surat Are Being Robbed, Says President Of Travels Association 76 Passengers In One Bus, RTO Does What It Has To Do

દિવાળી ટાળે ઉઘાડી લૂંટ:સુરતથી વતન જતા લોકો લૂંટાય રહ્યા છે, ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખે કહ્યું- એક બસમાં 76 મુસાફરો, RTOએ જે કરવું હોય એ કરે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખ દિનેશ અણઘણ. - Divya Bhaskar
ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખ દિનેશ અણઘણ.
  • મુસાફરોએ જવું હોય છે બસમાં ટિકિટ મળતી નથી, અમે બેસાડી દઈએ છીએ એમાં કંઈ ખોટું નથી કરતાઃ ટ્રાવેલ્સ એસોસિયેશન પ્રમુખ

સુરતથી માદરે વતન ટ્રાવેલ્સ દ્વારા જતા લોકો સાથે ઉઘાડી લૂંટ થઈ રહી છે. સિંગલ સોફાના 1400 રૂપિયા સુધીની ટિકિટ લેવામાં આવી રહી છે. ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખ દિનેશ અણઘણે કહ્યું કે અમને પોસાતું નથી એટલે અમે ગાડીમાં 76 જેટલા પેસેન્જર બેસાડીએ છીએ. આરટીઓએ અમને પકડવા હોય તો પકડે એમને જે કરવું હોય એ કરે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રાવેલ્સની અંદર ઉઘાડી લૂંટ ચાલી રહી હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. આજે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પોલીસ કમિશનરને આવંદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. Divyabhaskar.comએ સુરત ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખ દિનેશ અણઘણ સાથે કરી ખાસ વાતચીત.

સવાલ: સિંગલ સોફાના રૂ.1500 સુધીમાં ખંખેરવામાં આવે છે?
જવાબ: નિયત ભાડા જે છે તે ભાડા અમે લઈ રહ્યા છે. કોઈપણ પ્રકારની ઉઘાડી લૂંટ અમે કરી રહ્યા નથી. એક સિંગલ સોફાનું ભાડું 700 રૂપિયા છે. એક સિંગલ સોફામાં અમે બે મુસાફરો ભરીને 1400 રૂપિયા લઇ રહ્યા છીએ.

સવાલ: મુસાફરો પાસેથી સિંગલ સોફાના રૂ.1400 લેવા વ્યાજબી છે?
જવાબ: હા એમાં કંઈ વાંધો નહીં એમાં ગેરકાયદેસર નથી. મુસાફરોએ જવું હોય છે બસમાં ટિકિટ મળતી નથી, રિઝર્વેશન ટ્રેનોમાં થતું નથી અને એના માટે ટ્રાવેલ્સ તરફ ધસારો વધારે હોય છે. પોતાના માદરે વતન તરફ જવું હોય એટલા માટે તેઓને અમે બેસાડી દઈએ છીએ એમાં કંઈ ખોટું નથી કરતા.

સવાલ: ટ્રાવેલ્સની અંદર તમે કેટલા લોકોને ભરો છો?
જવાબ: અમે એક ટ્રાવેલ્સની અંદરના ફેરામાં 76 જેટલા મુસાફરોને બેસાડીએ છીએ. તેવા સમયે અમે આ રીતે જ વિચારતા હોઈએ છે ધસારો વધારે હોય છે.

હાલ ટ્રાવેલ્સ બસોમાં મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે.
હાલ ટ્રાવેલ્સ બસોમાં મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે.

સવાલ: એક જ બસમાં કેટલા મુસાફરો બેસાડવાની પરમિશન? મુસાફરોની સુરક્ષાની કોઈ ચિંતા કરી?
જવાબ: ટ્રાવેલ્સમાં એટલા મુસાફરોને બેસાડવાની અમને મંજૂરી નથી પણ અમે તો બેસાડીએ જ છીએ અને બેસાડવામાં કોઈ વાંધો પણ લાગતો નથી. નિયમ પ્રમાણે ભલે અમને મંજૂરી નથી છતાં પણ અમે 76 જેટલા મુસાફરો બેસાડીએ છીએ.

સવાલઃ આરટીઓ વિભાગ કોઈ કાર્યવાહી નથી કરતી?
જવાબ: આરટીઓ વિભાગે કાર્યવાહી કરવી હોય તે કરે અમે ક્યાં એમને રોકી રહ્યા છે. તેમણે ટ્રાવેલ્સના અટકાવીને ઉભી રાખવી જોઈએ અને તપાસ કરવી જોઈએ. હવે તેઓ કેમ નથી કરતા તેનો જવાબ હું ન આપી શકું.

સવાલ: સત્તાવાર રીતે તમે ટ્રાવેલ્સના ભાડામાં કેટલા રૂપિયાનો ભાવ વધારો કર્યો છે?
જવાબ: ટ્રાવેલ્સના ભાડામાં અમે કોઈ પણ પ્રકારનો વધારો કર્યો નથી, કારણ કે સરકારી બસ દ્વારા તેમના ભાડામાં કોઈ વધારો કર્યો નથી. ડીઝલનો ખર્ચો એટલો બધો વધી ગયો છે કે અમારા જે નિયત ટિકિટ છે તેમાં પોષાતું નથી. અમે આ રીતે જ વધારે લોકોને અંદર બેસાડીને ભાડું કવર કરી લઈએ છીએ.

ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર અપાયું.
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર અપાયું.

આરટીઓની કામગીરીને લઇને પણ તેઓ એકદમ નિશ્ચિત
સુરત ટ્રાવેલ્સ એસોસિયેશનના પ્રમુખ દિનેશ અણઘણ જે રીતે જવાબ આપ્યા છે તે પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે તેમને નીતિ-નિયમોનો કોઈપણ પ્રકારનો ડર નથી. આરટીઓની કામગીરીને લઇને પણ તેઓ એકદમ નિશ્ચિત હોય તેવું લાગી રહ્યું છે. આરટીઓ દ્વારા જે સખત કામગીરી ટ્રાવેલ્સ એસોસિયેશન અને ટ્રાવેલ્સ ચલાવનારાઓ સામે થવી જોઈએ તે થઇ રહી નથી.

આરટીઓ વિભાગે કેમ કોઈ કાર્યવાહી નથી કરી તેના ઉપર મોટો પ્રશ્નાર્થ
બસોમાં બેફામ રીતે કોઈના ડર વગર પેસેન્જરોને ડબલ સંખ્યામાં ભરી જતા ટ્રાવેલ્સ સામે આરટીઓ વિભાગે કેમ કોઈ કાર્યવાહી નથી કરી તેના ઉપર મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ રહી છે. જે રીતે તેમણે જવાબ આપ્યા છે તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે તેઓને કોઈનો ડર નથી. તેઓ સ્પષ્ટપણે કબૂલાત કરી રહ્યા છે કે અમે 76 જેટલા ગેરકાયદેસર રીતે મુસાફરોને ટ્રાવેલ્સમાં બેસાડી રહ્યા છે.