તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોબાળો:વતન જવા સાયણની ઇન્ડસ્ટ્રીમાં શ્રમિકોનો હોબાળો, 50 ડિટેઇન, સેવાભાવી સંસ્થાનું ભોજન લેવા પણ ઇનકાર કર્યો

સુરત9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમરોલી પોલીસે સમજાવીને શ્રમિકોને પાછા વાળ્યા

ગુરૂવારે સાંજે વતન જવાની જીદ્દે સાયણ ખાતે આવેલી અંજની ઈન્ડસ્ટ્રિઝના કારીગરો રસ્તે ઉતરી આવીને હોબાળો કર્યો હતો. ઉપરાંત, જમવાનું લઈને આવેલી સંસ્થાનો પણ ઘેરો કરી લીધો હતો. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ કારીગરોને સમજાવટ કરી પાછા વાળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ કરવા બદલ 50 કારીગરોને ડિટેઈન કરવામાં આવ્યા છે. અંજની ઈન્ડસ્ટ્રિઝના વીવર્સ આગેવાન વિજય માંગુકિયા જણાવે છે કે, ગુરૂવારે ઓરિસ્સાના કારીગરો વતન જવાની માંગણી સાથે રસ્તે ઉતરી આવ્યા હતા. તેમજ હોબાળો કરીને જે સેવાભાવી સંસ્થા દ્વારા ભોજનની વ્યવસ્થા કરાય હતી, તેને સ્વીકારવા  ઇનકાર કરી દીધો હતો.પોલીસને જાણ થતાં પોલીસકર્મીઓ ઘટના સ્થળે આવી જઈ કારીગરોને સમજાવટ કરી હતી. અમે ગુરૂવારે સવારે કલેકટરને રજૂઆત કરી હતી કે અંજની ઈન્ડસ્ટ્રિઝના કારીગરોને કેટલાય દિવસથી લિસ્ટ તૈયાર પરંતુ તેમને વતન જવા માટે પરવાનગી મળતી નથી. તેમના માટે બસ કે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવતી નથી. અન્ય વીવીંગ સોસાયટીઓન કારીગરો માટે બસ કે ટ્રેનની વ્યવસ્થા કરાય છે. જોકે, કારીગરોને જલ્દી જ વતન મોકલવા આશ્વાસન આપવામાં આવ્યું છે. આ વાત પોલીસ કર્મીઓએ પણ કારીગરોને સમજાવી પાછા વાળ્યા હતા. આ અંગે અમરોલી પીઆઈ એસ.પી.ચૌધરી જણાવે છે કે, કારીગરો એ વતન જવાની જીદ સાથે હોબાળો મચાવ્યો હતો. કારખાનેદારો અને પોલીસે સંયમતાપૂર્વક સમજાવીને મામલો થાળે પાડયો છે જોકે, સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થયો હોવાથી 50 જેટલા કારીગરોને ડિટેઈન કરી  તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો