તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Holika Will Be Burnt With A Stick Made From Cow Dung, An Attempt To Purify The Atmosphere And Reduce The Transmission Of Corona In Surat

વૈદિક હોળી:સુરતમાં ગાયના ગોબરમાંથી બનાવેલી સ્ટીકથી હોલિકા દહન કરાશે, વાતાવરણ શુદ્ધ કરવાનો અને કોરોના સંક્રમણને ઘટાડવાનો પ્રયાસ

સુરત3 મહિનો પહેલા
ગાયના ગોબરમાંથી સ્ટીક બનાવીને હોળીકા દહન કરવાનું આયોજન કરાયું
  • ગાયના ગોબરમાંથી નીકળતો ધૂમાડો લોકોના આરોગ્ય માટે લાભદાયી પુરવાર થાય છે

કોરોનાની અસર માત્ર વેપાર ધંધા ઉપર નહીં, પરંતુ, તહેવારો ઉપર પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. કોરોના સંક્રમણને કારણે ઓછા લોકો એકત્ર થાય એ પ્રકારે હોલિકાનું દહન કરવામાં આવે તેવી કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી છે, ત્યારે કેટલાક લોકોએ હોલિકા દહન એ રીતે કરવા ઈચ્છી રહ્યા છે કે, જેથી વાતાવરણ શુદ્ધ થાય અને કોરોનાનો સંક્રમણ ઘટી શકે માટે કેટલીક સોસાયટીઓમાં ગાયના ગોબરમાંથી સ્ટીક બનાવીને હોળીકા દહન કરવાનું આયોજન કરાયું છે.

ગાયના ગોબરમાંથી નીકળતો ધૂમાડો આરોગ્ય માટે લાભદાયી છે
આયુર્વેદમાં કહેવાયું છે કે, ગાયના ગોબરનો ઉપયોગ કરવાથી તેમાંથી નીકળતો ધૂમાડો આરોગ્ય માટે લાભદાયી પુરવાર થાય છે, જ્યારે તે હિન્દુ પરંપરામાં યજ્ઞ દરમિયાન જે સામગ્રીઓની આહુતિ નાખવામાં આવતી હોય છે તે આહુતિના કારણે વાતાવરણમાં શુદ્ધતા આવે છે. એ જ આધારે સોસાયટીના લોકો દ્વારા ગાયના ગોબરની સ્ટીક, ભરપૂર માત્રામાં કપૂર અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરીને હોલિકા દહન કરવાનું નક્કી કર્યું છે.

ગાયના ગોબરમાંથી નીકળતો ધૂમાડો લોકોના આરોગ્ય માટે લાભદાયી પુરવાર થાય છે
ગાયના ગોબરમાંથી નીકળતો ધૂમાડો લોકોના આરોગ્ય માટે લાભદાયી પુરવાર થાય છે

સોસાયટી અને એપાર્ટમેન્ટમાં હોલિકા દહનનું નાનાપાયે આયોજન
સામાન્ય રીતે ચાર રસ્તા ઉપર હોલિકા દહન કરવામાં આવતું હોય છે જ્યાં પૂજા કરવા માટે આસપાસના તમામ સોસાયટી અને એપાર્ટમેન્ટના લોકો એકત્રિત થતા હોય છે, પરંતુ, આ વખતે કોરોના સંક્રમણ હોવાથી લોકો પોતાની સોસાયટી અને એપાર્ટમેન્ટ ખાતે હોલિકા દહનનું નાનાપાયે આયોજન કરી રહ્યા છે. સુરતના રહેવાસી દિનેશ પટેલે જણાવ્યું કે, અમે આ વખતે અલગ પ્રકારની હોલિકા દહન આયોજન કર્યું છે, જેમાં આયુર્વેદિક શાસ્ત્ર પ્રમાણે હોલિકા દહન કરીને વાતાવરણને શુદ્ધ કરવાનો પ્રયાસ કરીશું.

વાતાવરણ શુદ્ધ કરવાનો અને કોરોના સંક્રમણને ઘટાડવાનો પ્રયાસ
વાતાવરણ શુદ્ધ કરવાનો અને કોરોના સંક્રમણને ઘટાડવાનો પ્રયાસ

હોલિકા દહનમાં વધુ લોકોને એકત્ર ન થવા પાલિકાની અપીલ
કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે, હોલિકા દહન સમયે પણ વધુ લોકો એકત્રિત ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું તેમજ ધૂળેટીમાં પણ એકત્રિત થઈને એકબીજાને રંગ લગાડીને સ્પર્શ કરવાની ખોટી જીદ ન રહે કારણ કે, તેનાથી કોરોના સંક્રમણ વધુ ફેલાય છે, એ વાતનો ડર હોવાથી તેની પણ ખાસ કાળજી લેવા માટે ધ્યાન દોરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...