હોળિ દહનને લઈને હિન્દુ શાસ્ત્રમાં અનેક માન્યતાઓ છે. વર્ષોથી આ પરંપરા આજે પણ ચાલી રહી છે. સુરતમાં આજે હોળીકા દહનના મુહૂર્તને ધ્યાનમાં રાખીને હોળી પ્રગટાવવામાં આવી હતી.
ઠેર ઠેર હોલિકા દહન
સુરતમાં હોલિકા દહનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભૂદેવની હાજરીમાં વિધિવત રીતે હોલિકા દહન કરવામાં આવી હતી. દર વર્ષે સુરતના અલગ અલગ વિસ્તારોમાં હોલિકા દહન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકોએ વિધિવત રીતે હોલિકા દહન દરમિયાન પૂજા કરી હતી.
પૂજામાં લોકોએ અલગ અલગ નૈવિધ્ય ચડાવ્યા
હિન્દુ શાસ્ત્રમાં હોલિકા દહન વખતેની પૂજાનું એક અલગ જ મહત્વ આલેખવામાં આવ્યો છે. હોળિ દહન સમયે લોકો પરંપરાગત રીતે જે ધાન્ય હોય છે તે ચડાવતા હોય છે. ખાસ કરીને એવી પરંપરા છે કે, ખેતરમાં જે નવું અનાજ થતું હોય છે. તે હોલિકા માતાને ચઢાવવામાં આવે છે. ધાણી, ખજૂર સહિતની વસ્તુઓ પણ સવિશેષ રીતે લોકો પ્રસાદી સ્વરૂપે ચડાવતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.