આજે હોળીનો પવિત્ર તહેવાર છે ત્યારે સુરતના વેડરોડ સ્થિત આવેલા ગુરુકુળમાં વ્યસનોની હોળી કરી સમાજને વ્યસન મુક્ત રહેવા સંદેશો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સિંગણપોર પીઆઈ સહીત શાળાના વિદ્યાર્થીઓ સંતો અને આચાર્યો હાજર રહ્યા હતા.
સિગરેટ ,માવા - ગુટખા ની હોળી કરાઈ
આજના સમયમાં મોટા ભાગના લોકોને કોઈને કોઈ વ્યસન હોય છે અને આ વ્યસનના કારણે લોકોની જિંદગી બરબાદ થઇ જતી હોય છે. ત્યારે લોકો આવા વ્યસનથી દુર થાય અને એક તંદુરસ્ત જીવન જીવે તે હેતુથી સુરતમાં અનોખી રીતે હોળી દહન કરવામાં આવ્યું હતું. આજે હોળીનો પવિત્ર તહેવાર છે ત્યારે લોકો વ્યસન મુક્ત રહે તે માટે જનજાગૃતિના ભાગરૂપે વેડરોડ સ્થીત આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં અનોખી રીતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અહી ગુટખા, માવા, સિગારેટ જેવા જીવલેણ વ્યસનોની હોળી કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓ અને લોકોને વ્યસનથી દુર રહી સ્વસ્થ જીવન જીવવા માટે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સિંગણપોર પોલીસ મથકના પી.આઈ. ગુરુકુળના વિદ્યાર્થીઓ, સંતો, શિક્ષકો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વ્યસન મુક્તિનો સંદેશો પાઠવવા વ્યસનની હોળી કરાઈ
ગુરુકુળના શિક્ષક હર્ષવર્ધનભાઈએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન શાખા સુરત ગુરુકુળ દ્વારા આજે હોળીનો પવિત્ર પર્વ છે ત્યારે આ દિવસે લોકો હોળી પ્રગટાવી પ્રદક્ષિણા કરી પૂજન કરી વિવિધ રીતે ઉજવણી કરતા હોય છે પરંતુ ગુરુકુળમાં અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી હતી. આજે મોટા ભાગના લોકોને કોઈ ને કોઈ વ્યસન છે. લોકો પાન માવા, બીડી સિગારેટ જેવી વસ્તુઓના વ્યસની બન્યા છે ત્યારે આવી વસ્તુઓની હોળી કરી તમામ પ્રકારના વ્યસન તેમાં હોમાઈ અને લોકો વ્યસન મુક્ત બને તેવો નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.