ધુળેટીની ધમાકેદાર ઉજવણી:'હોલી હે.. ભાઈ.. હોલી હે' સુરતમાં રંગપંચમીની મોજ મસ્તી જોવા મળી, ઠેર-ઠેર DJના તાલે લોકો ઝુમ્યા

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં ધુળેટીની રંગેચંગે ઉજવણી, પરંપરિક ધુળેટી રમતા લોકો નજરે ચડ્યા.

સુરતીઓ ઉત્સવ પ્રેમી તરીકે ઓળખાય છે દરેક તહેવારને ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે. ઉત્તરાયણ હોય કે હોળીનો પર્વ હોય સુરતમાં કંઈક અલગ જ માહોલ જોવા મળતો હોય છે. વહેલી સવારથી સુરતમાં રંગપંચમીની જબરજસ્ત ઉજવણી થતા જોવા મળી હતી.

ધુળેટીની ઉજવણી
સુરતમાં સૌ કોઈ આજે રંગમાં રંગાયા હતા. ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને નાના-મોટા સૌ કોઈ એકબીજાને રંગ લગાડીને ઉત્સાહભેર " હોલી હે ભાઈ હોલી હે " નાદ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રંગોની પિચકારીથી એકબીજાને રંગી નાખ્યા હતા. નાનાથી લઈને મોટેરાઓ સૌ કોઈ ધુળેટીની ઉજવણીમાં મગ્ન હતા.

પારંપરિક ધુળેટી ઉજવાઈ
સુરતમાં રાજસ્થાની પરિવારોએ પણ ખુબ મોજ મસ્તીથી ધુળેટીની ઉજવણી કરી. સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં પણ આજે વહેલી સવારથી જ રાજસ્થાની વેપારીઓ દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા. સેટેલાઈટ વિસ્તાર અને પર્વત પાટિયા વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં રહેતા રાજસ્થાની પરિવારો દ્વારા આજે ભવ્ય ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. રાજસ્થાની લોકગીત ઉપર મોટી સંખ્યામાં એકત્રિત થયેલા પરિવારોએ ધુળેટીની ઉજવણી સહપરિવાર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...