ડાયમંડના ધંધાર્થી સામે પત્નીએ કરેલી વચગાળાની ભરણપોષણની અરજી કોર્ટે રિજેક્ટ કરી હતી. પત્નીએ અરજીમાં કહ્યું હતું કે પતિ ડાયમંડના ધંધામાં મહિને 1 લાખ રૂપિયા કમાઈ છે અને તેમાંથી 40 હજાર ભરણપોષણ પેટે આપવા કહેવાયું હતું. કોર્ટે દલીલ નામંજૂર કરતાં નોંધ્યું હતું કે અરજદાર સ્વસ્થ છે અને બાળકો નથી એટલે વચગાળાની અરજી હાલ મંજૂર કરી શકાય નહીં.વરાછા રહેતા રાકેશના લગ્ન પૂણાની સારીકા (નામ બદલ્યું છે) સાથે વર્ષ 2019માં થયા હતા. લગ્ન બાદ શરૂઆતી ગાળામાં પતિ-પત્ની ખુશીથી રહેતા હતા, પરંતુ બાદમાં ઝઘડા વધી ગયા હતા.
પારિવારિક ક્લેશ વધતા પતિ પરિણીતા ને પિયર મૂકી આવ્યો હતો જ્યાંથી તેને ગ્રાહક કોર્ટમાં પતિ સામે કેસ કર્યો હતો, જેની સુનાવણી કોર્ટમાં ચાલી હતી. જો કે દલીલો બાદ કોર્ટ એ પરિણીતાની અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં પતિ તરફે એડવોકેટ શ્વાતી મહેતાએ દલીલો કરી હતી કે પતિ સામે ખોટા આરોપો લગાવાયા છે.બાદ શરૂઆતી ગાળામાં પતિ-પત્ની ખુશીથી રહેતા હતા, પરંતુ બાદમાં ઝઘડા વધી ગયા હતા. પારિવારિક ક્લેશ વધતા પતિ પરિણીતા ને પિયર મૂકી આવ્યો હતો જ્યાંથી તેને ગ્રાહક કોર્ટમાં પતિ સામે કેસ કર્યો હતો, જેની સુનાવણી કોર્ટમાં ચાલી હતી. જો કે દલીલો બાદ કોર્ટ એ પરિણીતાની અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં પતિ તરફે એડવોકેટ શ્વાતી મહેતાએ દલીલો કરી હતી કે પતિ સામે ખોટા આરોપો લગાવાયા છે.
‘કેસ ડિલે કરવામાં પણ પતિ તરફનો કોઇ ફોલ્ટ નથી’પતિ તરફે વકીલે દલીલો કરી હતી કે, હાલ વચગાળાના ભરણપોષણની એવી ખાસ જરૂરિયાત નથી. કેસ ડિલે કરવાની જે વાત છે તે પણ પતિ તરફનો કોઇ ફોલ્ટ નથી. દલીલો બાદ કોર્ટે વચગાળાની અરજી નામંજૂર કરી હતી. કોર્ટનું તારણ હતું કે હાલ કોઈ એવી જરૂરિયાત આવી નથી કે વચગાળાની અરજી મંજૂર કરવી પડે. ઉપરાંત દંપતિને બાળકો ન હોવાનું પણ ધ્યાને લેવામાં આવ્યું હતું. ઉપરાંત મહિલા સ્વસ્થ છે એની પણ નોંધ લેવાઈ હતી.
પતિના અન્ય સ્ત્રી સાથેના ફોટો પણ મેં જોયા છે: પત્ની
પત્નીએ પોતાની 40 હજાર રૂપિયા ભરણપોષણ માંગતી વચગાળાની અરજીમાં કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તેનો પતિ એકવાર વતનમાં ગયા તો મને કહ્યું નહીં અને મેં પૂછયું તો મને મારવામાં આવી હતી. મારા પતિના અન્ય સ્ત્રી સાથેના ફોટો પણ મેં જોયા છે. પતિ ડાયમંડમાં સારું કમાઇ છે. મહિલાએ કહ્યું કે અમે કોઇ કામ ધંધો કરતા નથી. અમારું કોઈ આવકનું સાધન નથી. ઘરના અન્ય સભ્યો પણ કમાઈ છે. આ ઉપરાંત આ પરિવારની અન્યત્ર પણ અનેક મિલકતો આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.