તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Hina Prajapati From Surat Did Not Have Money To Study, She Became A Civil Judge And Judicial Magistrate At The Age Of Only 28

સમર્પણ:સુરતનાં હિના પ્રજાપતિ પાસે ભણવા માટેના પૈસા નહોતા, માત્ર 28 વર્ષની ઉંમરે સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બની યુવતી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હીના પ્રજાપતિની તસવીર - Divya Bhaskar
હીના પ્રજાપતિની તસવીર
  • માનસિક પરિસ્થિતિનો સામનો કરીને પરીક્ષા પાસ કરી, આજે તેઓ અને તેમના પતિ બંને જજ છે

સુરતના સામાન્ય પરિવારની હીના પ્રજાપતિની માત્ર 28 વર્ષની ઉંમરમાં સિવિજ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ માટે પસંદગી કરાઈ. પરિવારમાં નાણાકીય મુશ્કેલીઓ હોવા છતાં ગ્રેજયુએશન પૂર્ણ કર્યું. એ પછી પતિના સહયોગથી માનસિક પરિસ્થિતિનો સામનો કરીને ભણતર પૂર્ણ કર્યું અને જજની પદવી મેળવી. તેઓ ભણતરની સાથે સ્પોર્ટસમાં પણ આગળ રહ્યાં છે. બોક્સિંગમાં સ્ટેટ લેવલ અને વેઈટલિફટીંગમાં નેશનલ સુધી રમી ચુક્યા છે. હિના પ્રજાપતિના પતિ આશિષ પાંડે પણ જજની પદવી પર છે. હાલમાં જ હીનાની પણ પસંદગી કરવામાં આવી છે.

‘ગાંંધીનગરમાં ભણવાનો ખર્ચ સુરતમાં વકીલાત કરીને પૂરો કરતાં’
હિના પ્રજાપતિ જણાવે છે કે, પિતા ડાયમંડ બ્રોકર છે. મારાથી નાના 2 ભાઈઓ. એ સમયે પિતાની એટલો પગાર ન હતો કે આગળ ભણાવી શકે. છતા મેં ગ્રેજયુએશન તો પૂર્ણ કરી લીધુ હતું. એફવાય એલએલબી વખતે મારી મુલાકાત આશિષ સાથે થઈ. સાથે રહેતા રહેતા મિત્ર બન્યા અને એ સંબંધ આગળ વધ્યો. હું જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની તૈયારી કરતી હતી. અમે બંને ગાંધીનગર રહેતા હતા. એ સમયે કોઈ કમાણી હતી નહિ. તેથી 2-3 મહિના સુરતમાં વકીલાત કરતા અને પછી ગાંધીનગર જતા. પૈસા પૂરા થાય એટલે સુરત વકીલાત માટે આવી જતા. 2018માં આશિષની મેજિસ્ટ્રેટ તરીકેની પસંદગી થઈ ગઈ હતી.

રાત્રે 8થી સવાર સુધી અભ્યાસ કરતાં પરીક્ષા વખતે તબિયત બગ​​​​​​​ડી હતી
ગાંધીનગરમાં જે જગ્યાએ વાંચવા જતા ત્યાં આખો દિવસ તો ઘણા લોકો આવતા તેથી વંચાતું નહિ. જેથી અમે બંને રાત્રે 8 થી સવારે 6 વાગ્યે સુધી સતત બેસીને તૈયારી કરતા હતા. 2019 માં જયારે આશિષની અમદાવાદમાં 1 વર્ષનો ટ્રેનિંગ પિરિયડ ચાલતો હતો ત્યારે હું ભરૂચમાં પરીક્ષાની તૈયારી કરતી હતી. પ્રિલિમનરી પરીક્ષા વખતે મારી મેડિકલ સ્થિતિ બગડી ગઈ હતી. કોઈક સમસ્યાને કારણે મારી મેમરી લોસ થવા લાગી હતી. મને વાંચેલું યાદ ન રહેતું હતું. હું પરીક્ષાખંડની બહાર જઈને રડતી કે મારે પરીક્ષા નથી આપવી. મેડીકલ ટ્રીટમેન્ટ ચાલતી હતી. પણ આશિષના સપોર્ટથી પરીક્ષા આપી અને પાસ કરી. અને માર્ચ-2021 માં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનું પરિણામ આવ્યું. - હિના પ્રજાપતિ

અન્ય સમાચારો પણ છે...