આયોજન:16મીએ હિમાંશુ બોડાવાલા ચેમ્બર પ્રમુખની શપથ લેશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રમેશ વઘાસિયા ઉપપ્રમખુ તરીકે પદ સંભાળશે

ચેમ્બર ઓફ કોમર્સમાં 16મીએ પદગ્રહણ સમારોહ યોજાશે. જેમાં હિમાંશુ બોડાવાલા પ્રમુખ અને રમેશ વઘાસિયા ઉપપ્રમુખ તરીકે પદભાર સંભાળશે. આ કાર્યક્રમ સરસાણા એક્ઝિબીશન સેન્ટરમાં યોજાશે. ચેમ્બરના આ કાર્યક્રમમાં સ્પેશિયલ ચીફ ગેસ્ટ તરીકે કેન્દ્રિય ટેક્સટાઈલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને ચીફ ગેસ્ટ તરીકે ઝાઈડ્સ ગૃપના ચેરમેન પંકજ પટેલ, સ્પેશિયલ ગેસ્ટ તરીકે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ, મુંબઈ સ્થિત રિપબ્લિક ઓફ બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર ચિરંજીબ સાકર, ગુજરાત કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, વિનોદ મોરડિયા, મુકેશ પટેલ, મુંબઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટના કોમર્શિયલ ઓફિસર હેલોર્ડ બ્રેમેન અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ પથિક પટવારી અનેક ગણમાન્ય લોકો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...