કારમાં આગ:સુરતમાં નેશનલ હાઇવે નંબર 48 પર દોડતી કારમાં આગથી અફરાતફરી, ચાલક સહિત બેનો બચાવ

સુરત5 મહિનો પહેલા
લક્ઝરી કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ.
  • આગ શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન

સુરતમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર અચાનક એક દોડતી સ્કોડા કારમા આગ લાગી જતા અફરા તફરી મચી ગઇ હતી. કોસંબા નજીક હાઇવે ઉપર બનેલી ઘટના ચાલક સહિત બન્ને નો આબાદ બચાવ થયો હતો. જોકે લક્ઝરી કાર આગમાં ખાખ થઈ ગઈ હતી.

લોકોની ભીડ વચ્ચે કારમાંથી બન્ને ઈસમોને બહાર કાઢવામાં સફળ
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પહેલા તો બર્નિંગ કાર માં સામાન્ય આગ હતી જોકે જોત જોતામાં આગ ઉગ્ર બનતા ભાગદોડ મચી ગઇ હતી. લોકોની ભીડ વચ્ચે કારમાંથી બન્ને ઈસમો તાત્કાલિક બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. પરંતુ ફાયર આવે એ પહેલાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન
વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન કરાયું હતું. જોકે ચાલક સહિત બન્નેએ ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો. સમયસર ફાયર વિભાગની ટીમ દોડી આવતા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. પરંતુ કાર બચાવી શકાય ન હતી.