નોટિસ:એરપોર્ટને નડતા મકાનોના રહીશોને હાઇકોર્ટની નોટિસ

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડિંગોને તોડી પાડવાના હુકમ સામે રહીશોએ સ્ટે મેળવ્યો હતો, આગામી સુનાવણી 1 ડિસેમ્બરે

એરપોર્ટને નડતરરૂપ 27 બિલ્ડીંગને ડિમોલીશનના ઓર્ડર નિકળ્યા બાદ સ્થાનિક રહીશો સ્ટે લઇ આવ્યા હતા. આ હુકમની સામે સુરતના વ્યક્તિએ હાઇકોર્ટમાં કરેલી પીટિશનની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસે રહીશોને નોટીસ ઇસ્યુ કરીને જવાબ માંગ્યો છે. આ કેસની વધુ સુનાવણી 1 ડિસેમ્બરે કરાશે.

સ્પેશ્યલ પીટિશન ફાઇલ કરનાર અમદાવાદના એક્ટીવિસ્ટ વિશ્વાસ ભાંભોરકરે જણાવ્યું કે, સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસ માટે જે બિલ્ડીંગો નડતરરૂપ છે તેને તોડવા ડીજીસીએ હુકમ કર્યો હતો. જેની સામે બિલ્ડરો અને સ્થાનિકોએ હાઇકોર્ટમાં પીટીશન કરીને સ્ટે લઇ લીધો હતો.

આ હુકમ અયોગ્ય હોવાની રજૂઆત સાથે ફરીવાર હાઇકોર્ટના ચીફ જસ્ટીસની કોર્ટમાં અપીલ થઈ હતી. જેની સુનાવણીમાં કોર્ટે સ્થાનિકોને નોટીસ ઇસ્યુ કરીને જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. હવે આગામી 1 ડિસેમ્બરે વધુ સુનાવણી કરાશે. આગામી સુનાવણી દરમિયાન સિંગલ જજની બેંચમાં પીટિશન કેવી રીતે કરાઇ તે અંગે સુનાવણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...