સુરતના વેપારીની ITC (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) લેજર એક વર્ષ કરતાં પણ વધુ સમયથી બ્લોક કરવાના કેસમાં હાઇકોર્ટ સ્ટેટ GSTના અધિકારીઓને કડક સૂચના આપી કહ્યું કે જો હવે આવો મામલો આવશે તો વેપારીને જે નુકસાન થયું છે તેની ભરપાઈ અધિકારીએ જાતે કરવાની રહેશે.
અધિકારીઓ પાસે પાવર છે કે લેજર 1 વર્ષ સુધી બ્લોક કરી શકે, પરંતુ બાદમાં અનલોક પણ કરવાનું હોય છે. આ કેસમાં સમયગાળો વિતી ગયા બાદ વારંવારની રજૂઆત છતાં અધિકારીઓ ગાંઠતા ન હતા. આથી વેપારીએ એડવોકેટ અવિનાશ પોદ્દાર મારફત અરજી કરી હતી.
અધિકારીએ સોશિયલ મીડિયાથી જાણ કરી, કારણ ન જણાવ્યું
સુરતના વેપારીનું લેજર જ્યારે બ્લોક કરવામાં આવ્યું ત્યારે અધિકારીએ સોશિયલ મીડિયાના એક માત્ર મેસેજના આધારે રૂપિયા 11 લાખની ITC બ્લોક કરી દીધી હતી. ITC કયા કારણોસર બ્લોક કરવામાં આવી છે એનો પણ જવાબ અધિકારીઓએ આપ્યો ન હતો. આ લેજર 14 ઓકટોબર, 2020ના રોજ બ્લોક કરવામાં આવ્યું હતું, આથી એક વર્ષ બાદ વેપારીએ આખરે કોર્ટનું શરણું લેવાની ફરજ પડી હતી. વેપારીની દલીલ હતી કે, મારા ઇલેટ્રોનિક લેજર પરનો બ્લોક દૂર કરવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.