તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડા:હાઇફાઇ ક્લબે પાંચ વર્ષનો બાકી ટેક્સ - 24 ટકા વ્યાજ ભરવું પડશે, હવે જીએસટી વિભાગના નિશાના પર

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડિપાર્ટમેન્ટે ટેક્સ નહીં ભરનારાઓની યાદી બનાવવાની શરૂઆત કરી

કેન્દ્રીય બજેટમાં હાઇફાઇ ક્લબ, એસોસિએશન અને જીમમાં સભ્યો પાસે ઉઘરાવવામાં આવતી તોતિંગ ફી ઉપર જીએસટીનો બિલોરી કાચ મૂકી દીધો છે. અગાઉ ટેક્સની જોગવાઈ હોવા છતાં કોર્ટના એક આદેશને વળગીને અનેક સંસ્થાઓ ટેક્સ ભરતી નહતી. જોકે, હવે બજેટમાં જ બધી જ સંભાવનાઓ પર પાણી નાંખીને કેન્દ્ર સરકારે ટેક્સની જવાબદારી ક્લબો પર નાંખી દીધી છે. અલબત્ત, ડિપાર્ટમેન્ટનું કહેવુ છે કે સુરતમાં કેટલીક ક્લબ એવી છે જે ડિસ્પ્યુટ હોવા છતાં પણ ટેક્સ તો ભરતી જ હતી.

શહેરમાં અનેક એસોસિએસન એવા છે જે સભ્યો પાસે ફી ઉઘરાવે છે, હાઇફાઇ ક્લમાં ફી ઉઘરાવવામાં આવે છે. માર્કેટ એસોસિએશન મેન્ટેન્સ ફી ઉઘરાવે છે. સર્વિસ ટેક્સના કાયદા દરમિયાન જ આ તમામ ક્લબોનો ટેક્સ વિવાદ જાગ્યો હતો. પરંતુ હવે હાલના બજેટમાં આ મામલે બધુ જ ક્લિયર થઈ ગયુ છે એટલે જે ક્લબો ટેક્સ ભરતી નથી તેની યાદી બનાવવાની શરૂઆત જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ મામલે સી.એ. આલમનું કહેવું છે કે વર્ષ 2017થી ટેક્સ ભરવાનો આવ્યો છે. અને તેની પર 24 ટકા વ્યાજ પણ લાગશે.

ઓડિટ મામલે એસજીએસટીનું વલણ બાકી
જીએસટી ઓડિટ વેપારીએ હવે કરવાનું નથી. પરંતુ આ અંગે હજી અનેક અવઢવ છે. સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે વર્ષ 2019-20નું ઓડિટ તો કરવુ જ પડશે આ 20-21ની વાત છે. આ ઉપરાંત સીજીએસટીમાં ઓડિટ રદ થયો ગણાય, પરંતુ એસજીએસટીમાં હજી રાજયોની જાહેરાત બાકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો