તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રચારમાં નિકળેલા ઉમેદવારોને થયો કડવો અનુભવ:ઉધનામાં ભાજપાની હાય હાય તો ગોડાદરામાં નેતાઓની પ્રવેશબંદી

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
બુધવારે રાત્રે વરાછામાં પાસ દ્વારા એક મહાસભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. - Divya Bhaskar
બુધવારે રાત્રે વરાછામાં પાસ દ્વારા એક મહાસભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
 • પટેલ નગરમાં પોસ્ટર વોર શરૂ, જલારામનગરમાં પેમ્ફલેટ ફાડી વિરોધ નોંધાવ્યો

પાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે જંગ થનાર છે ત્યારે પ્રચાર પણ પૂરજોશમાં શરૂ થઈ ગયો છે. બીજી તરફ સ્થાનિક લોકો કામ ન થયા હોય તો નેતાઓએ ન પ્રવેશવાના બેનર લગાવી રહ્યાં છે. લિંબાયત વિસ્તારમાં આવેલા ગોડાદરાના પટેલ નગરમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. ભાજપ સિવાય કોઈ પાર્ટીએ અંદર આવવું નહિ તેવાલખાણ સાથેના બેનર લાગ્યા છે. સોસાયટીના પ્રમુખ આદેશ અનુસાર આ લખાણ કરવામાં આવ્યું હોવાનું લખ્યું છે.

ભાજપના ઉમેદવારોએ આ બેનર પાસે ફોટો સેશન કરાવ્યું હતું. જલારામ નગર અને વિજયાનગરમાં વોર્ડ નં 24ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ જાહેર બાંધકામ સમિતિ ચેરમેન સોમનાથ મરાઠે સહિતના ઉમેદવારો પ્રચાર માટે ગયા હતા. જ્યાં કેટલાક રહીશોએ પ્રચારમાં નિકળેલા ઉમેદવારો સામે આક્રોશ સાથે ભાજપ હાય હાયના નારા લગાડ્યા હતા. એટલું જ નહિં પાંચ વર્ષથી તમે ક્યાં હતા? એવા સવાલો ઉઠાવી વિરોધ કરી પેમ્ફલેટ પણ ફાડ્યા હતા.

વરાછામાં ‘પાસ’ની મહાસભા યોજાઈ
બુધવારે રાત્રે વરાછામાં પાસ દ્વારા એક મહાસભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસના 500 કાર્યકરોનું રાજીનામું, ભાજપમાં જોડાયા
કોંગ્રેસમાં ઉમેદવારોની ટિકિટ જાહેર થતાંની સાથે જ વિવાદ શરૂ થયો હતો. કેટલાક જુના કાર્યકર્તાઓની ટિકિટ કપાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જેમાં સુરત શહેર કોંગ્રેસ એસ.સી સેલના પ્રમુખ કિરિટ રાણાને વોર્ડ નં 1 અમરોલીથી ટિકિટ ન મળતાં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથે 500 કાર્યકરોએ સામુહિક રાજીનામું આપી દીધું છે. અને તમામ કાર્યકરોએ ભાજપમાં જોડાઇ ગયા છે. કિરિટ રાણાનું કહેવું છે કે 30 વર્ષથી કાર્યકર છું. 2015માં ટિકિટ ન આપતા આ વખતે ટિકિટ મળવાની આશા હતી. પરંતુ પાર્ટીએ જુના કાર્યકરોની કદર કરી નથી એટલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આજે રાજીનામાની હોળી પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો