સુવિઘા:ગલીઓમાં લાગેલી આગ કાબુ કરવા હાઈટેક બાઈક ખરીદાશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગ કાબુ કરવા હાઈટેક બાઈક ખરીદાશે - Divya Bhaskar
આગ કાબુ કરવા હાઈટેક બાઈક ખરીદાશે
  • 10 કરોડના વોટર બાઉઝર-ટેન્ડર ખરીદીથી ફાયર સજ્જ થશે

નવા વિસ્તારોનો સમાવેશ અને આગ-અકસ્માતમાં જાનમાલને નુકશાનીમાંથી બચાવવા માટે પાલિકા તેના ફાયર બ્રિગેડને અત્યાધુનિક સાધનો, વ્હિકલ્સો થકી સુસજ્જ કરી રહી છે. તે માટે સ્થાયી સમિતિમાં 10 કરોડથી વધુના કામોને મંજૂરી અપાઈ છે.આ અંગે ડેપ્યુટી કમિશનર (જીએએસ) એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, નવા ફાયર સ્ટેશનો બની રહ્યાં છે તો કેટલાંકને એક્સપાન્સન કરાઈ રહ્યાં છે. બજેટમાં થયેલી જોગવાઈઓ મુજબ બે વોટર બાઉઝર, ત્રણ ફોમ કમ વોટર ટેન્ડર, બે ફાયર એન્જીન તથા ઝાળ-ધુમાડાથી રક્ષણ મળે અને 250 ડીગ્રી ગરમીમાં પણ આગ અંદર ચાર મિનિટ જઈ તુરંત આવી શકાય તેવા 100 નંગ ફાયર ફાઈટીંગ શુટ ખરીદવામાં આવશે. હેલ્મેટો પણ ટોર્ચવાળા વસાવવામાં આવશે.

12.54 લાખની 10 વોટર મિસ્ટ બાઈક
ફાયર બ્રિગેડ 12.54 લાખમાં 10 નંગ વોટર મીસ્ટ બાઈક ખરિદી કરશે. આ અનોખી બાઈક સાંકડી શેરી-ગલીઓમાં ગીચ જગ્યાએ લાગેલી આગને કાબુમાં લેવા માટે ઉપયોગી થઈ શકે છે. ગીચ જગ્યાઓમાં ફાયર ફાયટર જઈ શકતું નથી તેથી આ બાઈકનો ઉપયોગ કરાશે, બાઈકમાં ગોઠવાયેલા વોટર મીસ્ટ પાણીના નાના ડ્રોપલેટ કરી નાંખતા હોય તેથી સાંકડી ગલીઓમાં આગને તુરંત કાબુમાં લઈ શકાશે તેમ ડે.કમી.એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...