તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીક્ષા:સુરતની 17 વર્ષીય હેત્વી શેઠ ફન, ફોન, ફ્લેટ અને ફિયાટ છોડી 24મીએ દીક્ષા લેશે

સુરત24 દિવસ પહેલા
 • કૉપી લિંક
16મી હેત્વી શેઠનો વિદાય સમારંભ - Divya Bhaskar
16મી હેત્વી શેઠનો વિદાય સમારંભ
 • રાજસ્થાનમાં આ. જયાનંદ સૂરીશ્વરજી પાસે દીક્ષા લેશે

મૂળ સુરતની અને હાલ મુંબઇમાં રહેતી 17 વર્ષની હેત્વી શેઠ મહાસુદ-12, 24મી ફેબ્રુઆરીના રોજ દીક્ષા લઇ સંસારનો ત્યાગ કરી પ્રવજ્યાના પંથે જશે. હેત્વી આ. જયાનંદ સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં રાજસ્થાનના આહોર નગરમાં બીજા ચાર મુમુક્ષુઓની સાથે દીક્ષા લેશે. હેત્વીના નાના અમૃતભાઈ શાહે જણાવ્યું હતું કે, 16મીએ તેઓ સુરતમાં હેત્વીનો વિદાય સમારંભ યોજાશે. હેત્વીના પિતા મિલનભાઈ શેઠ મૂળ થરાદના વતની છે અને વર્ષોથી સુરત ખાતે રહે છે.

હાલ તેઓ મુંબઈમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એમણે વધુમાં જણાવ્યું હતું કે, હેતવીએ માત્ર આઠ વર્ષની ઉંમરે ઉપધાન તપ કર્યા હતા. તેણે ગુરુકુલમમા વ્યવહારિક ધોરણ નવ સુધીનો અભ્યાસ કર્યો છે. ગુરુકુલમ તેમજ માતા-પિતાના સંસ્કારને લીધે તે ફન, ફોન, ફ્લેટ અને ફિયાટ છોડી આ સંસારનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. ઉપધાન તપ બાદથી તેણીએ દરરોજ ચોવિહાર તથા સામાયિક પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ ચાલુ કરી હતી.

હેતવીએ માત્ર આઠ વર્ષની ઉંમરે ઉપધાન તપ કર્યા હતા.
હેતવીએ માત્ર આઠ વર્ષની ઉંમરે ઉપધાન તપ કર્યા હતા.

ધીમે ધીમે સંસારનો મોહ ઓછો થતાં માતા-પિતાએ ત્રિસ્તુતિક આ.જયાનંદ સુરિશ્વરજી મ.સા.ના સુશિષ્યા સાધ્વી મુક્તિ પ્રજ્ઞાજી પાસે અભ્યાસ માટે મોકલી. હેત્વીએ ત્યાં જ રહી વિહાર કરવાનું, સંથારા પર સુઇ રહેવાનું ચાલું કર્યું હતું.ધીમે ધીમે બે પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ, નવસ્મરણ, 4 પ્રકરણ, ત્રણ ભાષ્ય, 6 કર્મગ્રંથ, વિતરાગ સ્તોત્ર, વૈરાગ્યશતક અને યોગસારનો અભ્યાસ કર્યો. હેત્વીનો ઉત્સાહ જોતા માતા-પિતાએ દીક્ષા લેવાની રજા આપી હતી. પિતા પણ છેલ્લા બે વર્ષથી ધંધો બંધ કરી પ્રભુભક્તિમાં લાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો