શૈક્ષણિક સમિતિનો નિર્ણય:હવેથી છાત્રો ડીઇઓની મંજૂરી મેળવીને માધ્યમ બદલી શકશે, પહેલાં માધ્યમ ​​​​​​​બદલવા વિદ્યાર્થીઓને ગાંધીનગર જવું પડતું હતું

સુરત3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓની રજૂઆતને પગલે બોર્ડની શૈક્ષણિક સમિતિનો નિર્ણય

શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માધ્યમ બદલવા માટે હવે ગાંધીનગર સુધી નહીં જવું પડે. રાજ્યના શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિએ હાલમાં લીધેલા એક નિર્ણય મુજબ દ્વારા ડીઇઓને માધ્યમ બદલવાની મંજૂરી આપવાની સત્તા આપવામાં આવી છે.

ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓને અંગ્રેજીમાંથી ગુજરાતી, ગુજરાતીમાંથી અંગ્રેજી કે અન્ય ભાષાના માધ્યમ બદલવા માટે શિક્ષણ બોર્ડને અરજી કરવી પડતી હતા. ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા અરજીની ચકાસણી કરાયા બાદ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવતી હતી. માધ્યમ બદલવાની આ પ્રક્રિયામાંથી પસાર થવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગાંધીનગર સુધી લાંબા થવું પડતું હતું.

માધ્યમ બદલવા માટે ગાંધીનગર સુધી જવામાં પડતી હાલાકી મામલે વાલીઓ દ્વારા શિક્ષણ બોર્ડ રજૂઆતો કરવામાં આવી હતી.વાલીઓ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતોને ધ્યાને લઈને બોર્ડની શૈક્ષણિક સમિતિ અને કારોબારી સમિતિમાં ધોરણ-9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માધ્યમ બદલવા માટે છુટ આપવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ ચર્ચા વિચારણ કર્યા બાદ માધ્યમ બદલવા માટેની અરજીની વિગતોની ચકાસણી કરી માધ્યમ બદલવાની મંજૂરી આપવાની સત્તા જિલ્લા શિક્ષણાધિકારીને આપવા ઠરાવવામાં આવ્યું છે.શિક્ષણાધિકારી દ્વારા 31 ઓગસ્ટ સુધીમાં મંજૂરી અંગેનો નિર્ણય લેવામાં આવશે. જિલ્લા કક્ષાએ મંજુરીની સત્તા મળતા વિદ્યાર્થીઓની હાલાકી ઘટશે.

અન્ય સમાચારો પણ છે...