તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપનું ડેમેજ કંટ્રોલ:સુરતમાં વોર્ડ નંબર-30માં 'આપ'માં સ્થાનિકો જોડાતા ભાજપ દોડતું થયું, તાકીદ કરાઈ- લોકોના પ્રશ્નો માટે કોર્પોરેટરો સાથે સીધો સંપર્ક સાધો

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
કનસાડ, સચિન, આભવા વિસ્તારોમાં નિષ્ક્રિય થયેલી ભાજપની ટીમે હવે કાર્યક્રમો શરૂ કર્યા. - Divya Bhaskar
કનસાડ, સચિન, આભવા વિસ્તારોમાં નિષ્ક્રિય થયેલી ભાજપની ટીમે હવે કાર્યક્રમો શરૂ કર્યા.
  • 4 દિવસ પહેલાં વોર્ડ નંબર 30માંથી 800 જેટલા લોકો આપમાં જોડાયા હતા

સુરત શહેરના વોર્ડ નંબર-30ના કનસાડ, આભવા, ઉન વિસ્તારોની શિલાલેખ, રામેશ્વર, સ્વસ્તિક રેસીડેન્સી, ચુડા સેક્ટર-1 વગેરે સોસાયટીઓમાંથી લોકો આપમાં જોડાતા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સક્રિય થયા છે. ડેમેજ કંટ્રોલ કરવા માટે હવે એસી ચેમ્બરોમાંથી નીકળી લોકોને મળવા પહોંચી રહ્યા છે. કનસાડ, સચિન, આભવા વિસ્તારોમાં નિષ્ક્રિય થયેલી ભાજપની ટીમે હવે કાર્યક્રમો શરૂ કર્યા છે. આ વિસ્તારમાં ઘણા દિવસોથી અલગ-અલગ સોસાયટીઓમાં ભાજપ વિરુદ્ધ બેનરો પણ લાગતા હતા.

લોકોમાં ભાજપ પ્રત્યે નારાજગી
સ્થાનિક રહીશો આમ આદમી પાર્ટી તરફ થતાં હવે ભાજપની પણ ઊંઘ ઊડી છે અને તેઓ જે તે વિસ્તારમાં જઇને લોકોનો સંપર્ક શરૂ કર્યો છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોની સોસાયટીના સ્થાનિક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના કામના અભાવે લોકોમાં ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. પરિણામે લોકો પોતાના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે આમ આદમી પાર્ટીનો સંપર્ક કરી રહ્યા છે.

કાર્યકર્તાઓની ટીમને પણ સક્રિય કરવામાં આવી
સુરત શહેર ભાજપના મહામંત્રી સહિતના સંગઠનના લોકો કાર્યકર્તાઓ સાથે મિટિંગોનો દોર શરૂ કર્યો છે જે તે વિસ્તારમાં લોકોની સમસ્યાઓ સાંભળીને તેનું નિરાકરણ કરવા માટે કાર્યકર્તાઓની ટીમને પણ સક્રિય કરવામાં આવી છે. બુથ કમિટી ઇન્ચાર્જ અને વોર્ડના સભ્યોને તાકીદ કરવામાં આવી છે કે તમારા વિસ્તારના લોકોના સંપર્કમાં રહો અને તેમને પડતી મુશ્કેલીઓને ઉકેલ લાવવા માટેના પ્રયાસો કરો. કોર્પોરેટરો સાથે સીધો સંપર્ક સાધો અને અધિકારીઓને કહીને જે તે વિસ્તારના કામોને પૂર્ણ કરાવવા લોકોને સહયોગ આપો.

સચિન વિસ્તારના લોકો આપમાં જોડાયા હતા.
સચિન વિસ્તારના લોકો આપમાં જોડાયા હતા.

ચાર દિવસ પહેલા સપ્તાહમાં 800 લોકો આપમાં જોડાયા હતા
સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાને લઈને લોકો પોતાનો રોષ અલગ અલગ રીતે વ્યક્ત કરતા દેખાઈ રહ્યા છે. ચાર દિવસ પહેલા છેલ્લા એક સપ્તાહમાં વોર્ડ નંબર 30, જેમાં કનસાડ, સચિન જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. ભાજપનો ગઢ ગણાતા આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના રહીશોને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાને કારણે તેઓ આમઆદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે. વિવિધ સોસાયટીઓના અંદાજે 800 કરતાં વધારે લોકો 'આપ'માં જોડાયા હતા.

મહેશ સવાણીના હસ્તે લોકોએ આપનો ખેસ ધારણ કર્યો.
મહેશ સવાણીના હસ્તે લોકોએ આપનો ખેસ ધારણ કર્યો.

બે દિવસ પહેલાં 300 લોકો આપમાં જોડાયા હતા
સુરતના ડભોલી વિસ્તારમાં બે દિવસ પહેલાં ઉમરાળા ગામના સુરતમાં રહેતા લોકો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હરીદર્શન ખાડાના 300 કરતાં વધુ સ્થાનિકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મહેશ સવાણીના અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.