સુરત-ડૂમસ રોડ પરના સીસી રોડમાં તિરાડ પડવાની ગંભીર ઘટનામાં આ મહત્ત્વના રસ્તા પર મગદલ્લા પોર્ટ, ડૂમસ, હજીરાની હેવી ટ્રકો પસાર થતી રહેતી હોય ભારે લોડિંગને પગલે દશ વર્ષમાં જ મોટી તિરાડો પડી નુકશાન પહોંચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે સ્થાયી ચેરમેને ભારે વાહનોની પ્રવેશબંધી અને ઓવરહેડ બેરિકેટિંગ લગાડવા અઠવા ઝોન, આરડીડી વિભાગને સુચના આપી છે.
સુરત-ડૂમસ રોડ પર મગદલ્લા ચાર રસ્તાથી એરપોર્ટ તરફ જતાં સીમેન્ટ કોંક્રીટના રોડમાં મસમોટી તિરાડો પડતાં પાલિકાએ રિપેરિંગ કામગીરી શરૂ કરી છે. સીસી હોય તેની અવધિ 15 થી 20 વર્ષ સુધી હોવાનો તંત્ર દાવો કરે છે અને તેથી જ શહેરમાં મુખ્ય તમામ રસ્તાઓ સોસાયટીઓના રસ્તાઓને પણ સીમેન્ટ કોંક્રીટના બનાવવા શાસકોએ ઠરાવ પણ કર્યો હતો.
ડામર રોડ કરતાં સીમેન્ટ કોંક્રીટ રોડમાં રૂપિયાની બચત થાય છે અને બે દાયકા સુધી રસ્તો તૂટતો નથી તેમ કહેવાયું હતું, પરંતુ ઉદાહરણરૂપ ડૂમસ રોડ મગદલ્લા તરફનો સીસી રોડ પર તો 10 વર્ષમાં જ તિરાડ પડી ગઈ છે.! અને તેની ગુણવત્તા પર આંગણી ચિંધાઈ રહી છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ આ ગંભીર મામલે સ્થાયી ચેરમેન પરેશ પટેલે તાકિદે તપાસની સૂચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.