સ્થાનીકો ત્રાહિમામ પોકાર્યા:પાલિકા કચેરીની પાસે જ રસ્તો બંધ કરાતા ભારે ટ્રાફિક જામ

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોટ વિસ્તારના વધુ એક ગાર્ડનનો ભોગ લેવાયો, આયોજન ધોવાયું, ટ્રાફિકથી કોટ વિસ્તારના સ્થાનીકો ત્રાહિમામ પોકાર્યા

કોટ વિસ્તારમાં અ્ને ખાસ કરીને ચોક બજારની આજુબાજુના વિસ્તારમાં હાલ ચાલી રહેલાં મેટ્રોના કામના લીધે ભારે ટ્રાફિક જામ રહેવા લાગ્યો છે જેના લીધે ઠેર-ઠેર લોકોએ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવ્યો છે. આટલું ઓછું હોય ત્યાં આજે પાલિકાની કચેરી થી ચોક તરફ જતો રસ્તો જ અગમ્યકારણોસર બંધ કરી દેવાતા ભારે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. લગભગ આખો દિવસ આજ ટ્રાફિકની જ સ્થિતિ રહી હતી.

વધુ એક ગાર્ડન તબાહી તરફ : ચોક બજારના લાલાલજપતરાય ગાર્ડનમાંથી હવે રસ્તો કાઢવાની વાત છે. આ સાથે કોટ વિસ્તારનું વધુ એક ગાર્ડન તબાહી તરફ છે અડધા ગાર્ડન પર તો પોલીસનો કબજો છે. કમાલ ગલીથી સાગર હોટલ સુધી જતા રોડ પર આડેધડ વાહનો પાર્ક કરાતા હોય તે હટાવવાની જગ્યાએે ગાર્ડનને નિશાન બનાવીને સીધ પર્યાવરણ પર જ પ્રહાર કરી દેવાયો છે.

શાહપોરથી ચોક ન જવાય
રસ્તો બંધ કરી દેવાતા શાહપોર-નાણાવટ કે પાલિકા કચેરી થી સ સીધા જે લોકો ચોક જતા હતા તેઓએ માચીસવાલા ગલી કે લાલ ગેટ પોલીસ સ્ટ્શનની ગલીમાંથી પસાર થવુ પડયુ હતુ. નોબેલ ટેક્સટાઇલ માર્કેટ પાસે ટેમ્પાનો ત્રાસ હોય અને આડેધડ પાર્કિગના લીધે સમગ્ર ગલીમાં ચકકાજામ રહ્યુ હતુ. બીજી તરફે આગળ જતા રાજમાર્ગ પર પણ આ જ સ્થિતિ હતી.

અન્ય સમાચારો પણ છે...