સુરત / ઉકાઈ ડેમના કેચમેન્ટમાં ભારે વરસાદ, 33 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ

ઉકાઈ ડેમની ફાઈલ તસવીર
ઉકાઈ ડેમની ફાઈલ તસવીર
X
ઉકાઈ ડેમની ફાઈલ તસવીરઉકાઈ ડેમની ફાઈલ તસવીર

  • ઉપરવાસના હથનુર ડેમના પણ દરવાજા ખોલીને 3500 ક્યુસેક પાણી છોડાયું
  • ઉકાઇ ડેમના કેચમેન્ટમાં સાવખેડામાં 1.5 ઇંચ, ગીરનામાં અડધો ઇંચ વરસાદ

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 09:48 AM IST

સુરત. ઉકાઇ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ શરૂ થતા જ ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ઉકાઈ ડેમમાં ગત રોજથી પાણીનો ઈન્ફ્લો નોંધાતા  6600 ક્યુસેક પાણીનો ઈનફ્લો રાખવામાં આવ્યો હતો. હાલ ઉકાઈ ડેમમાં 33218 ક્યુસેક પાણીનો ઈન્ફ્લો છે. જ્યારે 650 ક્યુસેક પાણીનો આઉટફ્લો રાખવામાં આવ્યો છે. આ સાથે ઉકાઈ ડેમની હાલની સપાટી 317.89 ફૂટ છે.

પાણીની આવક શરૂ થયા બાદ ધીમે ધીમે ઈનફ્લો વધ્યો
ઉકાઇ ડેમના ઉપરવાસમાં આવેલા 21 રેઇનગેજ સ્ટેશનોમાંથી વિતેલા 24 કલાકમાં સાવખેડામાં 1.5 ઇંચ, ગીરનામાં અડધો ઇંચ સહિત સાત સ્ટેશનોમાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. સાથે જ ઉપરવાસના હથનુર ડેમના પણ દરવાજા ખોલીને 3500 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે. આ પાણી પ્રકાશા ડેમ થઇને ઉકાઇ ડેમમાં આવતા ગત રોજથી ઉકાઇ ડેમમાં 3,000 ક્યુસેકથી પાણીની આવક શરૂ થયા બાદ ધીમે ધીમે વધીને 33218 ક્યુસેક નોંધાઇ છે. 

ઉકાઈ ડેમમાં આવક શરૂ થતા સતાધીશો એલર્ટ
ઉકાઇ ડેમમાં હાલ 33218 કયુસેક ઇનફલો અને 650 ક્યુસેક આઉટફલો નોંધાયો છે. ઉકાઇ ડેમની સપાટી 317.89 ફૂટ નોંધાઈ છે. ઉકાઇ ડેમમાં પાણીની આવક શરૂ થતા જ સતાધીશો એલર્ટ થઇ ગયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી