મેઘ મહેર:સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, નવસારી, જલાલપોર, ચીખલી, વાપી અને પારડીમાં 4 ઈંચથી વધુ

સુરત2 વર્ષ પહેલા
આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે
  • દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં 8 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ, 6 તાલુકામાં બે ઈંચથી વધુ
  • દક્ષિણ ગુજરાતના કુલ 32 તાલુકામાં 5 મીમીથી લઈને 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે

ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. જેથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ચીખલી અને વલસાડ જિલ્લાના વાપી અને પારડીમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

આજે સવારથી પણ ધીમીધારે વરસાદ
ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના નવસારી, જલાલપોર, ચીખલી અને વલસાડ જિલ્લાના વાપી અને પારડીમાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે પાંચ તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે 6 તાલુકામાં બે ઈંચથી વધુ અને 8 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આગામી બે દિવસ હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે સવારથી પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકોવરસાદ(મીમી)
પારડી115
ચીખલી109
વાપી104
જલાલપોર102
નવસારી98
વલસાડ90
કપરાડા89
ગણદેવી83
ચોર્યાસી78
ઉમરગામ70
સુરત સિટી63
પલસાણા58
ડોલવણ53
ખેરગામ51
બારડોલી49
કામરેજ48
અન્ય સમાચારો પણ છે...