તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:આગામી 24 કલાક શહેરમાં ભારે વરસાદની આગાહી

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બફારા વચ્ચે સોમવારે માત્ર ઝાપટાં પડ્યાં
  • ચોર્યાસી તાલુકામાં 1.6 ઇંચ વરસાદ વરસ્યો

શહેરમાં અસહ્ય બફારો અને ઉકળાટની સ્થિતિ વચ્ચે કેટલાક વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટાં પડ્યા હતા. ચોર્યાસી તાલુકામાં 1.6 ઇંચ વરસાદ પડ્યાે હતાે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે.

સોમવારે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળાે દેખાયા હતાં. પવનની ગતિ મંદ હોવાથી ભારે ઉકળાટ વચ્ચે બપોરે 2થી 4 વાગ્યે કોટ વિસ્તાર, રાંદેર, ઉધના, લિંબાયત અને અઠવામાં ઝરમરીયો વરસાદ વરસ્યો હતો. 2 મીમીથી લઇ 9 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો.

ઉપરવાસમાં વરસાદના વિરામ સાથે ઉકાઇ ડેમમાં 6775 ક્યુસેક પાણીની આવક ચાલુ રહી છે. જેની સામે ડિસ્ચાર્જ 6775 ક્યુસેક યથાવત છે. મોડીસાંજે 6 કલાકે ડેમની સપાટી 312.76 ફૂટ નોંધાઇ હતી. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, શહેરનું મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી નોંધાયું છે. વેસ્ટ દિશાથી 3 કિ.મીની ગતિએ મંદ પવન ફૂંકાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...