વેધર:મહત્તમ તાપમાન 31 ડિગ્રી થતાં દિવસે ગરમી

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે પારો 1.5 ડિગ્રી વધી 18.5 થતાં ઠંડી ઘટી
  • 5 દિવસ બાદ 7 જાન્યુઆરીથી ઠંડી વધશે

રવિવારે દિવસનું તાપમાન 0.6 ડિગ્રી વધીને 31 ડિગ્રી થતાં ગરમીનો અહેસાસ થયો હતો. આ સાથે જ રાત્રિના તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમને કારણે આગામી 5 જાન્યુઆરી બાદ દેશના ઉત્તરી રાજ્યો સાથે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં છે. જેથી સુરત સહિત રાજ્યમાં આગામી દિવસમાં ઠંડીનું જોર ક્રમશઃ ઓછું થશે. છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.

રવિવારે તાપમાનમાં વધુ 1.5 ડિગ્રીનો વધારો થયો હતો. પારો 18.5 ડિગ્રી પહોંચી જતાં જાણે શહેરમાંથી ઠંડી ગાયબ થઇ ગઇ હોય એવો અનુભવ થઇ રહ્યો હતો. શહેરમાં માત્ર વહેલી સવારે જ હળવી ઠંડીનો અહેસાસ થાય છે. શહેરમાં આગામી 5 દિવસ દરમ્યાન ઠંડી સામાન્ય રહેવાનું અનુમાન છે. દિવસના તાપમાનમાં ઘટાડો અને રાત્રિના તાપમાનમાં વધારો થશે. શહેરમાં 7 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 79 ટકા અને સાંજે 57 ટકા રહ્યું હતું. આ ઉપરાંત નોર્થ-ઇસ્ટ દિશાથી 3 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...