તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:ગરમીનો પારો 4.5 ડિગ્રીથી ગગડી 33 ડિગ્રી થતાં રાહત

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગામી બે દિવસ તાપમાન સામાન્ય રહેશે

શહેરમાં 9 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દરિયાઇ ભેજ્યુકત ઠંડા પવનો ફૂંકાવાના કારણે મંગળવારે એક જ દિવસમાં ગરમીનો પારો 4.4 ડિગ્રી ગગડી ગયો છે. મહત્તમ તાપમાન સરકીને 33 ડિગ્રી પર પહોંચી જતાં કાળઝાળ ગરમીથી શહેરીજનોને થોડી રાહત મળી છે. શહેરમાં છેલ્લા ચાર દિવસથી દરિયાઇ પવનના કારણે તબક્કાવાર તાપમાન ગગડ્યું છે. પરિણામે ચાર જ દિવસમાં મહત્તમ તાપમાનમાં 7.6 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

ગત 27 માર્ચના રોજ મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી નોંધાયું હતું. જે મંગળવારે ગગડીને સીધું 33 ડિગ્રી થઇ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર મંગળવારે લઘુત્તમ તાપમાન 23.1 ડિગ્રી નોંધાયું હતું. જે ગઇકાલની સરખામણીમાં 1 ડિગ્રી ઓછું છે. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 74 ટકા અને સાંજે 65 ટકા રહ્યું હતું. દક્ષિણ-પશ્ચિમ દિશાથી 9 કિ.મીની ઝડપે પવનો ફૂંકાઇ રહ્યા છે. હાલનું મહત્તમ તાપમાન સરેરાશથી 3.5 ડિગ્રી ઓછું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો