તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવન દાતા:સુરતમાં જ થશે હવે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુરત સૌથી વધુ હાર્ટ અને ઓર્ગન ડોનેટ કરનારું દેશનું એકમાત્ર શહેર
 • ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 42 હાર્ટ ડોનેટ થયા છે, જેમાંથી સૌથી વધુ 31 સુરતના
 • દેશમાં વર્ષે બે લાખ લોકોને હૃદયની જરૂર પડે છે, જેની સામે 481 હૃદયનું જ દાન આવી રહ્યું છે

દેશમાં જ નહીં વિશ્વના હૃદયના જરૂરિયાતમંદોને હાર્ટ ડોનેટ કરનારા સુરત શહેરમાં હૃદયની બીમારીની સારવાર તો મળી રહે છે પણ જ્યારે હાર્ટ ફેઇલ થઈ જાય અને ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂરિયાત ઉભી થાય તો સુરતીઓને અન્ય મોટા શહેરોમાં જવાની નોબત આવતી હતી. પરંતુ હવે સુરતમાં જ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની અતિ આધુનિક સુવિધા ઘર આંગણે જ મળી રહેશે. દેશમાં સૌથી વધુ 120 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનારા ડો. અન્વય મૂળે અને મહાવીર હોસ્પિટલ દ્વારા આગામી દિવસોમાં સુરતમાં હાર્ટ ફેલ્યોર ક્લિનિક શરૂ કરવામાં આવશે. આ ક્લિનિકમાં એ લોકો દાખલ થશે કે જેમને હૃદયની જરૂરિયાત છે.

સુરત શહેર સૌથી વધુ હાર્ટ ડોનેટ કરનારું દેશનું એકમાત્ર શહેર છે એટલે સુરતના જ નહીં પણ દેશભરમાંથી લોકો સુરતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા આવશે. દેશ જ નહીં વિદેશોમાંથી પણ લોકો સુરતમાં હાર્ટની જરૂરિયાત માટે હોસ્પિટલમાં દાખલ થશે અને મેડિકલ ટુરિઝમમાં પણ એક સુરત ખૂબ આગળ નીકળી જશે.

2018-19 સુધીમાં દર વર્ષે 2 લાખને હૃદયની જરૂર હતી
દેશમાં હૃદય રોગથી પીડાતા લોકોની સંખ્યા ખૂબ વધુ છે. વર્ષ 2018થી 2021 સુધીના સમયગાળા દરમિયાન દેશમાં સરેરાશ દર વર્ષે 2 લાખ લોકોને હૃદયની જરૂર હતી. પરંતુ તેની સામે દેશમાં દર વર્ષે સરેરાશ માત્ર 481 હૃદયનું જ દાન મળ્યું છે. ઓર્ગન ડોનેશનમાં વધારો થાય અને ફેસિલિટિ સેન્ટર્સ વધારવામાં આવે તો ઓર્ગન ડોનેશનથી હજારો લોકોના જીવ બચાવી શકાય એમ છે.

મહાવીર હોસ્પિટલમાં હાર્ટ ફેલ્યોર ક્લિનિક શરૂ કરાશે, હાર્ટ ડોનર મળે એટલે તરત જ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાશે, આવી રીતે હાર્ટ જરૂરિયાતમંદને ડોનેટ થાય છે
- વ્યક્તિનું હાર્ટ ડોનેટ થઈ શકે એમ હોય તો હોસ્પિટલ ડોનેટ લાઇફ સંસ્થાના નીલેશ માંડલેવાલાનો સંપર્ક કરે છે.
- મૃતકનો પરિવાર મંજૂરી મળતા અલગ-અલગ ઓર્ગન્સ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાની પ્રોસેસ શરૂ થાય છે.
- હૃદયનું દાન મળે એટલે ડોનેટ લાઇફ તરત જ SOTTO (સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન)ને જાણ કરે છે. રાજ્યમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સાથે હૃદય બ્લડ ગ્રુપ-વય મર્યાદા મુજબ મેચ થાય તો હૃદય ડોનેટ થાય છે.
- રાજ્યમાં જો કોઈ જરૂરિયાતમંદ દર્દી ન મળે તો SOTTO દ્વારા ROTTO (રિજિયન ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન)ને જાણ કરાય છે. ROTTOમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ રાજ્યનો સમાવેશ થાય છે.
- ROTTOના પાંચ રાજ્યમાં પણ કોઈ જરૂરિયાનમંદ દર્દી સાથે હૃદય મેચ નહીં થાય તો NOTTO (નેશનલ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન)ને જાણ કરાય છે. આ સંસ્થા દેશના કોઈપણ વ્યક્તિને જરૂર હોય તો તેને હૃદયનું દાન કરે છે.
-દેશમાં પણ કોઈ વ્યક્તિને તે જ સમયે હૃદયની જરૂર ન હોય એટલે કે હૃદય મેચ થતું ન હોય તો ભારતમાં દાખલ હોય તો તેને હૃદયનું દાન કરી દેવામાં આવે છે.

યુક્રેનની યુવતીને સુરતથી હૃદય મળ્યું
સુરતમાં રહેતા રવિ નામનો એક યુવક ઓક્ટોબર-2017માં બ્રેઇન ડેડ જાહેર થતાં મુંબઇમાં દાખલ યુક્રેનની યુવતીમાં રવિનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું. હવે તે યુવતી યુક્રેનથી સમયાંતરે સુરત રહેતા રવિના પરિવારને ફોન પર રવિના હૃદયના ધબકારા સંભળાવે છે.

ડોનર યુવતીના પિતાને યુવકે ગંગાજળ આપ્યું
​​​​​​​સુરતના એક યુવકને નવેમ્બર-2018માં એક યુવતીનું હાર્ટ ટ્રાન્સ્પ્લાન્ટ કરાયું હતું. બાદ હાર્ટ ડોનર યુવતીના પિતાને કેન્સર થતાં તેઓ મરણપથારીએ હતા. યુવકના શરીરમાં યુવતીનું હૃદય હોવાથી તે યુવતીના ઘરે પહોંચી ગયો અને યુવતીના પિતાને ગંગાજળ આપ્યું હતું.

14 મહિનાના બાળકનું હાર્ટ ડોનેશન પણ થયું
પશ્ચિમ ભારતમાં સૌથી ઓછી ઉંમરના બાળકનું હાર્ટ ડોનેશન થયું હોય તો તે પણ સુરતથી જ થયું છે. સપ્ટેમ્બર-2017માં 14 મહિનાનું એક બાળક બ્રેઇન ડેડ થયું હતું. આ બાળકના ઓર્ગન ડોનેટ કરાયા હતા. આ બાળકનું હૃદય એર એમ્બ્યુલન્સમાં લઈ જવાયુ હતું.

ઓર્ગન ડોનેશન અંગે જાગૃતિ વધી છે
એક જ શહેરમાંથી 31 જેટલા હાર્ટનું ડોનેશન મળવું તે ખૂબ મોટી વાત છે. પહેલા લોકોને ઓર્ગન ડોનેશન માટે સમજાવવા પડતા હતા. હવે લોકોમાં ઓર્ગન ડોનેશન અંગે જાગૃતિ વધી છે. - નીલેશ માંડલેવાલા, ફાઉન્ડર, ડોનેટ લાઇફ, સુરત

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઇ શકે તેવી વ્યવસ્થા છે
અમારી પાસે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે તેવી મેડિકલ વ્યવસ્થા છે. એટલે પહેલા હાર્ટ ફેલ્યોર ક્લિનિક શરૂ કરાશે અને પછી એક્સપર્ટ ડોક્ટર્સ આવીને ડોનેટેડ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરશે. - શ્યામ અગ્રવાલ, ટ્રસ્ટી, મહાવીર હોસ્પિટલ

​​​​​​​મુંબઇથી સુરત આવી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીશ
​​​​​​​ સુરતીઓએ વિદેશી નાગરિકોને પણ હાર્ટ ડોનેટ કર્યા છે. હવે સુરતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થશે એટલે લાભ સુરતીઓને મળી શકશે. એટલા માટે જ હું મુંબઈથી સુરત આવીને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીશ. - ડો. અનવ્ય મૂળે, 120થી વધુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનારા સર્જન, મુંબઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો