તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આખરે જંગ જીત્યા...:હૃદય રોગી 69 વર્ષના વૃદ્ધના ફેફસા 50% ચેપગ્રસ્ત થયા, 20 દિવસ ઓક્સિજન, 5 દિવસ વેન્ટિલેટર પર રહી 35 દિવસે કોરોનાને હરાવ્યો

સુરત6 દિવસ પહેલા
 • કૉપી લિંક
નવી સિવિલ હોસ્પિટલના ડો. આદિત્ય ભટ્ટે જબ્બરસિંહની સારવાર કરી. - Divya Bhaskar
નવી સિવિલ હોસ્પિટલના ડો. આદિત્ય ભટ્ટે જબ્બરસિંહની સારવાર કરી.
 • ડી-ડાયમરનું પ્રમાણ નોર્મલ 100થી નીચે હોય પરંતુ જબ્બરસિંહમાં 6500 થઇ ગયું હતું

હૃદયરોગ અને ડાયાબિટીસની બિમારીથી પીડાતા 69 વર્ષિય જબ્બરસિંહે 35 દિવસની લાંબી સારવાર બાદ કોરોનાને મ્હાત આપી છે. પાંચ દિવસ વેન્ટિલેટર અને 20 દિવસ ઓક્સિજન પર રહેનારા જબ્બરસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના ફેફસા 40થી 50 ટકા ઇન્ફેક્ટેડ થઇ ગયા હતા. ડી-ડાયમરનું નોર્મલ પ્રમાણ 100થી નીચે હોય પરંતુ તેમનામાં આ પ્રમાણ 6000ને પાર કરી ગયું હતું. સ્ટેન્ટ મુકાવ્યું હોવા છતાં તેમણે કોરોના સામે લડવા હિંમત રાખી હતી.

પ્લાઝમા થેરાપી આપવામાં આવી હતી
તેમની સારવાર કરનાર નવી સિવિલ હોસ્પિટલના ડો. આદિત્ય ભટ્ટે કહ્યું કે, જબ્બરસિંહને પ્લાઝ્મા થેરાપી પણ આપવામાં આવી હતી. દાખલ થયા ત્યારે તેમના શ્વેતકણ 22 હજાર થઇ ગયા હતા. શ્વાસ લેવામાં પણ તેમને તકલીફ થતી હતી. ઓક્સિજન લેવલ પણ 80થી નીચે આવી જતા પાંચ દિવસ સુધી સતત તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને સતત 20 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. જોકે 35 દિવસ પછી તેમનું ડી-ડાયમર 150 સુધી આવી ગયું હતું અને તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.

હરિયાણા લગ્નપ્રસંગમાં ગયા બાદ ચેપ લાગ્યો હતો
જબ્બરસિંહે જણાવ્યું હતું કે સવા મહિના પહેલા તેઓ પરિવાર સાથે હરિયાણા ખાતે લગ્નપ્રસંગમાં ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા બાદ ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ હતી. જેથી 25 ફેબ્રુઆરીએ રિપોર્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો હતો. શરૂઆતમાં મટી જશે તેમ માની હોમ આઇસોલેશનમાં રહ્યો હતો. જોકે 27 ફેબ્રુઆરી પછી શ્વાસની તકલીફ વધી જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો. અગાઉ 2009માં મારી એન્જિયોપ્લાસ્ટી થઇ હતી. જેથી ખુબ ચિંતા થઇ હતી અને ઓક્સિજન લેવલ પણ માંડ 40 ટકા હતું. જેને કારણે 5 દિવસ સુધી મને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. જોકે તબીબોની સારવારથી આજે હું બચી શક્યો છું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો