સુરતમાં ક્રિકેટ રમતા વધુ એક યુવકનું મોત:હાર્ટ એટેકના સિમટમ્સ દેખાયા, યુવકનું હાર્ટ મોટું અને બ્લડ ક્લોટ્સ થયું હતું: સિવિલ હોસ્પિટલ તબીબ

સુરત17 દિવસ પહેલા

સુરતમાં ક્રિકેટ રમતા રમતા વધુ એક યુવકનું હાર્ટ અટેક આવતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. એક પછી એક આ પ્રકારની ઘટના બનતા યુવાનોના સ્વાસ્થ્ય સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ઓલપાડના નરથાણ ગામના યુવક નિમેષ આહીરનું ફિલ્ડિંગ ભરતી વખતે હાર્ટમાં દુખાવો થયા બાદ તેનું મોત નીપજ્યું. ત્યારબાદ તેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેના મોતનું પ્રાથમિક તારણ હાર્ટ અટેક આવવાના કારણે થયું હોવાનું તબીબે જણાવ્યું હતું.

હાર્ટ અટેકથી યુવકનું મોત
ઓલપાડના નરથાણ ગામમાં રહેતા 32 વર્ષીય યુવક નિમેશ આહીરનું ક્રિકેટ રમતા રમતા મોત થયું હતું. સુરતમાં આ પ્રકારની ત્રીજી ઘટના સામે આવી છે. ક્રિકેટ રમતા રમતા મોત અચાનક હાર્ટ એટેક આવો અને મોત નીપજતા આજે અનેક ચર્ચાઓ જગાવી છે. નિમેશ આહીરનું મોત નીપજતા તેને પીએમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેની તપાસ કરતાં પ્રાથમિક કારણ મુજબ નિમેશનું હાર્ટ એટેક આવવાથી મોત થયું હોવાનું જણાવ્યું હતું.

હાર્ટ મોટું અને બ્લડ કલોટેથ હતું
ક્રિકેટ રમતા રમતા મોતને ભેટનાર યુવક નિમેશ આહીરને સિવિલમાં પીએમ કરાવ્યા બાદ આ અંગે સિવિલ હોસ્પિટલના સીએમઓ ડોક્ટર ડીપી મંડલે જણાવ્યું હતું કે, હાર્ટ એટેકના રૂલ્સ અને સિમટમ્સ પ્રમાણે યુવકનું હાર્ટ મોટું અને બ્લડ ક્લોટ્સ જોવા મળ્યું હતું. જેને કારણે યુવકને છાતીમાં દુખવું અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ઘરના સભ્યોએ જણાવ્યું છે કે યુવક ક્રિકેટ રમતો હતો અને અચાનક જ તેને છાતીમાં દુખતા તે બેભાન થઈ ગયો હતો તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો અને ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

ઉપરી ડિપાર્ટમેન્ટમાં મોકલી આપવા આવ્યા
ડોક્ટર ડીપી મંડલે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારે અચાનક હાર્ટ અટેક આવવા પાછળ આજનું હાઇજેનિક ફૂડ અને નબળું સ્વાસ્થ્ય જવાબદાર માનવામાં આવે છે. તે ઉપરાંત યુવાઓને કોઈ પ્રકારની બીમારી છે કે નહીં તેને કારણે પણ આ પ્રકારે હાર્ટ અટેક આવી શકે છે. હાલ તો યુવકને જે પ્રકારે સેમ્પલો લેવામાં આવ્યા છે તેને જોતા પ્રાથમિક અનુમાન પ્રમાણે યુવકનું હાર્ટ એટેકના કારણે જ મોત થયું છે. યુવકના લેવામાં આવેલા તમામ સેમ્પલ ઉપરી ડિપાર્ટમેન્ટમાં મોકલી આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...